Gujarati News

Gujarati News

News of Wednesday, 1st September 2021

તાલિબાને પાકિસ્તાનના નાપાક ઇરાદાઓને આપ્યો જબરદસ્ત ઝટકો

નવી દિલ્હી: તાલિબાને અમેરિકી સૈનિકોની વાપસી બાદ અફઘાનિસ્તાન પર હવે સંપૂર્ણ રીતે કબજો કરી લીધો છે. આ દરમિયાન પાકિસ્તાન તાલિબાનને ભારત વિરુદ્ધ ઉકસાવવા લાગ્યું છે અને તે કશ્મીરને લઈને કાવતરું રચવાનો પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ તાલિબાને પાકિસ્તાનના નાપાક ઈરાદોઓને જબરદસ્ત ઝટકો આપ્યો છે અને તેણે સ્પષ્ટ કર્યું છે કે તે કાશ્મીર મુદ્દા પર કોઈ રીતેની દખલઅંદાજી નહીં કરે. એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા તાલિબાની નેતા અનસ હક્કાનીએ કાશ્મીર મુદ્દાને ભારત અને પાકિસ્તાનનો આંતરિક મુદ્દા ગણાવ્યો અને કહ્યું કે અમે કાશ્મીર બાબતે હસ્તક્ષેપ નહીં કરીએ.

અનસ હક્કાની હક્કાની નેટવર્કના સંસ્થાપક જલાલુદ્દીન હક્કાનીનો સૌથી નાનો પુત્ર છે. અનસ હક્કાનીને પૂછવામાં આવ્યું કે હક્કાની નેટવર્ક ખૂબ નજીક છે અને તે કાશ્મીરમાં સતત દખલઅંદાજી કરી રહ્યું છે. શું તમે પણ પાકિસ્તાનને સમર્થન આપવા માટે કાશ્મીરમાં દાખલઅંદાજી કરશો? તેના પર તેમણે કહ્યું કે કાશ્મીર અમારા અધિકાર ક્ષેત્રનો હિસ્સો નથી અને હસ્તક્ષેપ નીતિ વિરુદ્ધ છે. અમે અમારી નીતિ વિરુદ્ધ કઈ રીતે જઈ શકીએ છીએ? એટલે એ સ્પષ્ટ છે કે અમે કાશ્મીરમાં હસ્તક્ષેપ નહીં કરીએ.

 

(5:46 pm IST)