Gujarati News

Gujarati News

News of Wednesday, 30th November 2022

૧ અને ૨ ડિસેમ્‍બરે વડાપ્રધાન સંબોધશે ૭ રેલીઓ અમદાવાદમાં ૨ ડિસેમ્‍બરે રોડ શો

નવી દિલ્‍હી તા. ૩૦ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કાની બેઠકો પર જોરદાર પ્રચાર કર્યા પછી હવે વડાપ્રધાન મોદી ૧ અને ૨ ડિસેમ્‍બરે ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવશે. પક્ષના સૂત્રોએ કહ્યું કે, પોતાના બે દિવસના પ્રચાર પ્રવાસ દરમિયાન તેઓ ૭ રેલીને સંબોધશે.

રાજ્‍ય ભાજપા નેતાઓએ કહ્યું કે, ૨ ડિસેમ્‍બરે અમદાવાદમાં રોડ શો અને રેલી સાથે વડાપ્રધાન વિધાનસભા ચૂંટણીમાં પોતાનું ઝંઝાવાતી પ્રચાર અભિયાન પૂર્ણ કરશે. ઓફિશ્‍યલ કાર્યક્રમ અનુસાર ૧ અને ૨ ડીસેમ્‍બર દરમિયાન વડાપ્રધાન પંચમહાલના કાલોલ, છોટા ઉદેપુર અને સાબરકાંઠાના હિંમતનગરમાં ૧ ડીસેમ્‍બરે રેલીઓ સંબોધશે.

૨ ડીસેમ્‍બરે, વડાપ્રધાન ઉત્તર ગુજરાતના દીઓદર અને પાટણ, મધ્‍ય ગુજરાતમાં સોજીત્રા અને અમદાવાદમાં રેલીઓ સંબોધશે. વડાપ્રધાન રેલીને સંબોધતા પહેલા રોડ શોમાં પણ ભાગ લેશે.

(10:10 am IST)