Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ નાબૂદ કરનાર ગુજરાત પહેલું

રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી : ૯૬૫ કરોડનો ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં જ પૂર્ણ કરી દેવાનો રાજ્ય સરકારનો દાવો

ગાંધીનગર,તા.૨૮ : ભારત સરકારના નિયમ મુજબ નેશનલ હાઈવે પર ટોલ લેવાનો હોય છે પરંતુ રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને રજુઆત કરી અમદાવાદ ગાંધીનગર એક શહેર છે માત્ર નામ અલગ છે. સતત લોકોની અવરજવર હોવાથી ટોલ લેવુ યોગ્ય નથી અને કેન્દ્ર સરકારે કોઈપણ ટોલ લેવાની મંજુરી આપી. ગુજરાત પહેલુ રાજ્ય હશે જેમાં ટોલ નહી લેવાય. એમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં ઓવરબ્રિજના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન કહ્યું હતું. કોરોનામા અનેક અઘરુ હતુ છતા પ્રોજેક્ટ આગળ ચાલ્યો. ૧૫ હજાર કરોડ રૂપિયાના માર્ગ મકાન દ્વારા પ્રોજેક્ટ સાથે તમામ લોકોને રોજગારી મળે તેનો પ્રયાસ ગુજરાતમાં ભારત સરકારના સહયોગથી ચાલે છે. ત્રણ ચાર વર્ષમા ફાટક મુક્ત રાજ્યમા ગુજરાત પહેલુ રાજ્ય બનશે- નીતિન પટેલ તેમણે જણાવ્યું કે, ૯૬૫ કરોડનો ઓખાથી બેટ દ્વારકા પુલ બનાવવાનું કામ ટૂંક સમયમાં પતી જશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રેલવે મંત્રીને વાત કરીને રાજ્યના અને કેન્દ્ર સરકાર ગુજરાતને ફાટક મુક્ત બનાવશે. ૭૪૦૦ કરોડના ખર્ચે ગુજરાત ફાટક મુક્ત બનશે. નગરપાલિકા અને કોર્પોરેશનની ગ્રાન્ટ આપીને શહેરમાંથી જે રેલવે લાઈન પસાર થાય છે તેને ઓવરબ્રિજ કરવામાં આવશે. આગામી સમયમાં ગુજરાતમાં ૬૮ જેટલા ઓવરબ્રિજ બનશે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતના યાત્રાધામ માટે અંબાજી ડાકોર પાલીતાણા ૩૨૦ કરોડના ખર્ચે તમામ યાત્રાધામને જોડતા રસ્તાના કામ પૂર્ણ થઈ ગયા છેભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તથા ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના સહયોગથી અમદાવાદમાં નિર્માણ પામેલા ૭૧ કરોડના બે ફ્લાય ઓવરનું અમિત શાહે -લોકાર્પણ કર્યું છે. સિંધુ ભવન ચાર રસ્તા ફ્લાય ઓવર બ્રિજ અને સાણંદ જંકશન ફ્લાય ઓવર બ્રિજનું -લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રસંગે, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ અવસરે ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે પ્રસંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલ , ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બિજલ પટેલ, સાસંદ સભ્યો, ધારાસભ્યઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અમિત શાહ વ્યસ્ત હોવા છતાં વિનંતીને માન રાખી આશિર્વાદ લોકાર્પણ કરવા એકજ મિનિટમાં સમય આપ્યો છે તેથી આભારી છીએ.

(8:50 pm IST)
  • શ્રીલંકાની રાજધાની કોલંબો નજીક આવેલી જેલમાં પુરાયેલા 175 કેદીઓ પૈકી 19 કોરોનાથી સંક્રમિત : જેલનો દરવાજો ખોલી નાખી કેદીઓએ ભાગવાની કોશિષ કરી : રસોડામાં અને રેકર્ડ રૂમમાં આગ લગાડી દીધી : જેલ અધિકારીઓ સાથે ઝપાઝપી દરમિયાન 8 કેદીઓના મૃત્યુ : જેલ અધિકારી સહીત 37 ઈજાગ્રસ્ત access_time 7:24 pm IST

  • આજે ગુરૂનાનક જયંતિઃ કોરોના સંક્રમણ ધ્યાને લઇ જાહેર ઉજવણી બંધ : ઘેર ઘેર દીપ પ્રાગટય કરાશે : પ્રસાદ ફુડ પેકેટરૂપે અપાશે : શીખ અને સિંધી સમાજના હૈયે છવાતો ઉમંગ : ગુરૂદ્વારાઓમાં થશે સિમિત સંખ્યામાં પુજા અર્ચના : અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા પણ દિપાંજલીનું આયોજન : રાજકોટના સદર બજાર ગુરૂદ્વારામાં સાદગીપૂર્ણ થશે ઉજવણી access_time 11:25 am IST

  • ઈરાની ચક્રાવાત નિવારના પસાર થયા બાદ હવે તેની અસર દેખાઈ : આગામી 24થી 36 કલાક સુધી ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા : ઠંડીનું જોર પણ વધશે : હવામાન વિભાગની આગાહી access_time 1:02 pm IST