Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

સીધી ભરતીની ઉપલી વયમર્યાદામાં ૧ વર્ષની છુટની મુદતમાં વધારો

ગાંધીનગર, તા. ૩૦ :  વર્ષ-ર૦૧૯-ર૦ :  વર્ષ-ર૦૧૯-ર૦ તથા વર્ષ-ર૦ર૦-ર૧ કોવિડ-૧૯ ની મહામારીના કારણે રાજય સરકાર હેઠળની ઘણી બધી જગ્‍યાઓ પર સીધી ભરતી સ્‍થગિત કરવામાં આવેલ છે. અથવા તો પાછી ઠેલવામાં આવેલ છે. જેના કારણે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી કરતા ઘણા બધા ઉમેદવારો મહતમ વયમર્યાદા વટાવી ચુકેલ હોય તે બનવા જોગ છે.

સરકારના સામાન્‍ય વહીવટ વિભાગે ગઇકાલે પરિપત્ર પ્રસિધ્‍ધ કર્યો છે કે જે જગ્‍યાના ભરતી નિયમોમાં ફકત સ્‍નાતકની શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહત્તમ વયમર્યાદા ૩પ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્‍યાઓની સીધી ભરતી ઉકત સમયગાળામાં કરવામાં આવે તો મહતમ વયમર્યાદા ૩૬ વર્ષ ગણવાની તથા જે જગ્‍યાના ભરતી નિયમોમાં સ્‍નાતક કરતા ઓછી હોઇ શૈક્ષણિક લાયકાતની જોગવાઇ હોય એટલે કે મહતમ વયમર્યાદા ૩૩ વર્ષ નિયત કરવામાં આવેલ હોય તેવી તમામ જગ્‍યાઓની સીધી ભરતી ઉકત સમયાગળામાં કરવામાં આવે તો મહતમ વયમર્યાદા ૩૪ વર્ષ ગણવાની રહેશે.

રાજય સરકાર હેઠળ કેટેગરીઓ (SC/ST/OBC/EWS/Women)માં આરક્ષણનો લાભ મેળવતા ઉમેદવારોને વયમર્યાદામાં મળવા પાત્ર છુટછાટ ૪પ વર્ષથી વધે નહિ તે મુજબ આપવાની રહેશે.

(2:05 pm IST)