Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

આંજણા ચૌધરી સમાજ, ગાંધીનગર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો સન્માન સમારંભ યોજાયો

મારે કામ કરવાનું બાકી છે, હું આપનો સહકાર અને આર્શીવાદ લેવા આવ્યો છું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ

ગાંધીનગર: મારે કામ કરવાનું બાકી છે, હું આપનો સહકાર અને આર્શીવાદ લેવા માટે આજરોજ આપની વચ્ચે આવ્યો છું, તેવું અખિલ આંજણા ચૌધરી સમાજ, ગાંધીનગર  દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત સન્માન સમારંભમાં રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હતું.

આંજણા ચૌધરી સમાજ, ગાંધીનગર દ્વારા રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને પ્રદેશ ભાજપ પ્રુમખ  સી.આર.પાટીલ નો સન્માન સમારંભ ગાંધીનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ઉપસ્થિત આંજણા ચૌધરી સમાજના બંધુઓનો આભાર વ્યક્ત કરીને રાજયના મુખ્ય મંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે, આ પક્ષ દરેક સમાજ સાથે સાકારની જેમ ભણી ગયો છે. તેનું પરિણામ ગુજરાતમાં યોજાયેલ છેલ્લી ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ પક્ષનું જે સમર્થન કર્યું છે, તેની ફલશ્રૃતિ છે.
મને તમે સરળતાથી મળી શકો છો, તેવું કહી મુખ્ય મંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલે ઉમેર્યું હતું કે, આ સરકારના શાસનમાં ગુજરાતની જનતા માટે મારા અને મંત્રીઓને મળવા માટે સોમવાર અને મંગળવાર ફાળવવામાં આવ્યો છે. આપ આપના પ્રશ્નોની રજૂઆત સરળતાથી કરી શકશો. આ પક્ષ સેવા કાર્યમાં ખમીરવંત છે.
તેમણે તેમનુ સન્માન કરવા માટે તમામ આંજણા ચૌધરી સમાજ, ગાંધીનગરના અગ્રણીઓ, ભાઇ-બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો. સમાજ દ્વારા તેમને પાઘડી પહેરાવી, ફૂલહાર, મોમેન્ટો અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગૃહ રાજય મંત્રી  હર્ષ સંધવી, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય મુકેશભાઇ ચૌધરીએ કર્યું હતું. આભારવિધી ગાંધીનગર ચૌધરી સમાજના પ્રમુખ સતિષભાઇ ચૌધરીએ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય સર્વે રમણભાઇ પટેલ,  પૂર્વ આરોગ્ય મંત્રી શંકરભાઇ ચૌધરી, દૂધ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી, પ્રમુખ ગૃહ અને વિજાપુર એ.પી.એમ.સીના વાઇસ ચેરમેન કનુભાઇ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય અમિતભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં ચૌધરી સમાજના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:57 pm IST)