Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

"વિશ્વ હૃદય દિવસ" નિમિત્તે જીતનગર ખાતે આરોગ્ય કેમ્પ અને જન જાગૃતિ ના કાર્યક્રમ કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૨૯ સપ્ટેમ્બર " વિશ્વ હૃદય દિવસ નિમિત્તે જિલ્લા ટ્રેનિંગ સેન્ટર, પોલીસ ડિપાર્ટમેન્ટ, જીતનગર ખાતે પોલીસ ડિપાર્ટમેન્ટ,જિલ્લા એનસીડી સેલ,જ. હો.રાજપીપળા, નર્મદા, હેલ્થ એન્ડ વેલનેસ ટીમ સી.એચ.ઓ, સુંદરપુરા, ટનકારી (પીએચસી જેસલપોર) દ્વારા "વિશ્વ હૃદય દિવસ" ના સંદર્ભમાં ડાયાબિટીસ, બી.પી,ઓરલ કેન્સરના આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રો ખાતે એનસીડી તપાસ કેમ્પનું આયોજન કરી "વિશ્વ હૃદય દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લા કક્ષાના આરોગ્ય કેમ્પમાં પોલીસ ડિપાર્ટમેન્ટ ના જિલ્લા તેમજ તાલુકા ખાતેના કર્મચારીઓ,કુટુંબીજનો, તેમજ જીતનગર ગામના લોકો એ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો, કેમ્પમાં ડૉ. કોકિલા બેનઆનંદ-એમ.ઓ,ડો.દેવેશ-સી.એચ.ઓ,

સુંદરપુરા, મેધનાબેન, સી.એચ.ઓ,ટનકારી,હાફેજાબેન રજવાડી- એલ.ટી,સોનાબેન વસાવા-સ્ટાફ નર્સ, યોગેન્દ્રભાઈ વસાવા-કાઉન્સેલર, વિક્રમભાઈ વસાવા-ડેટા ઓપરેટર (ટીમ એનસીડી,ક્લિનિક, રાજપીપળા)  દ્વારા કેમ્પમાં સેવા પુરી પાડવામાં આવી હતી.આ કેમ્પનું સંપૂર્ણ આયોજન કેતનભાઈ માછી-ડીપીસી, એનસીડી, નર્મદા અને ડૉ. દેવેશ ભારદ્વાજ,સી.એચ.ઓ,સુંદરપુરા દ્વારા કરવામાં આવ્યુ હતું.

(11:29 am IST)