Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

ખેડા જિલ્લાના માતરમાં ક્રેનની હડફેટે એક શખ્સનું કમકમાટીભર્યું મોત

નડિયાદ : ખેડા જિલ્લાના માતરમાં ક્રેને પાછળતી ટક્કર મારતા ચાલીને જઈ રહેલા એક  યુવકનું મૃત્યુ થયું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર ગઈ કાલે બપોરે અલ્તાફખાન પઠાણ, ઉ.વ.૩૬, માતર બજારમાંથી ચાલતો જઈ રહ્યો હતો. ત્યારે માતર મોટી ભાગોળ, માતર-ખંભાત રોડ ઉપર ખંભાત તરફથી આવતી એક પીળા કલરની મોટી ક્રેને અલ્તાફખાનને પાછળથી ટક્કર મારી હોવાનું જાણવા મળે છે. ટક્કરને લીધે અલ્તાફખાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ તાત્કાલિક તેને માતર સી.એચ.સી. કેન્દ્રમાં  લઈ ગયા હતા.

 પણ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મૃતક યુવાનના કુટુંબી ભાઈએ માતર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ક્રેનચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. માતર પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(4:51 pm IST)