Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

29 ઓગસ્ટ નેશનલ સ્પોર્ટ ડે : રાજપીપળામા ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ નો અભાવ ક્યારે દૂર થશે.?

ધાબા ગ્રાઉન્ડમા ક્રિકેટ રમતા યુવાઓથી ઉભરાતા ધાબા ગ્રાઉન્ડના દ્રશ્યો હવે ભૂતકાળ બની ચુક્યા છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : 29 ઓગષ્ટ નેશનલ સ્પોર્ટ ડે તરીકેની સરકારી ઉજવણી કરાશે ત્યારે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામા ટીનએજ અને યુવાઓ દેશની સૌથી લોકપ્રિય રમત એવી ક્રિકેટ રમી શકે એ માટેનું કોઈ મેદાન જ નથી. ત્યારે શું માત્ર "ખેલે ગુજરાત" ના સૂત્રો પોકારવાથી યુવાઓ સ્વાસ્થ્ય બનશે.??

 એક સમયે નદી કિનારે આવેલું ધાબા ગ્રાઉન્ડ ક્રિકેટ ના શોખીનોથી ઉભરાતું હતું, નાના બાળકોથી માંડીને મોટી ઉંમર ના લોકો પણ ક્રિકેટ રમવા અને જોવા આવતા, શનિ રવિની રજા માંતો જાણે કિડયારું ઉભરાતું, પણ હવે આ દ્રશ્યો શાસકોની દિશા હીનતાને કારણે ભૂતકાળ બની ચુક્યા છે. પહેલાં સૌ કોઈ પણ જાતના રોકટોક વગર આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમી શકતા હતા,કરોડોના ખર્ચે બાંધેલા સ્પોર્ટ સંકુલનો માત્ર આંગળીના વેઢે ગણી શકાય તેટલાજ લોકો ઉપયોગ કરી રહયા છે, જ્યારે પેહલા સેંકડો યુવાનો આ ગ્રાઉન્ડ મા રમી શકતા હતા. પણ સ્પોર્ટ સાથે સ્નાન સુતકનો પણ સંબંધ નહિ રાખતા નેતાઓને આ વાત ક્યાંથી સમજાશે એ બાબત પણ વિચારવા રહી માટે લોકોએ હવે જાગૃત થવું પડશે એમ લાગી રહ્યું છે.

(11:31 pm IST)