Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

બીતાડા પાસેથી રાજપીપળા પોલીસે નાકાબંધી કરી ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ સાથે 02 શખ્સોને ઝડપી પાડ્યા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : રાજપીપળા પોલીસે બાતમીના આધારે 28 ઓગસ્ટની સાંજે બીતાડા પાટિયા પાસેથી બાતમીના આધારે ઇકો ગાડીમાં લઈ જવાતા વિદેશી દારૂ સાથે બે શખ્સોને પકડી ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.બી. ચૌહાણની સુચના મુજબ રાજપીપલા પોલીસ સ્ટાફના માણસોએ બાતમી મુજબ એક સફેદ કલરની ઇકો ગાડી નંબર GJ.22.A.3890 જેમાં વિદેશી દારૂ ભરી મોવી ત્રણ રસ્તા થઇ રાજપીપલા તરફ પસાર થનાર હોવાની બાતમી આધારે ખાનગી વાહનમાં પીએસઆઇ એમ.બી.ચૌહાણ તથા પોલીસ માણસોએ બીતાડા ગામના પાટીયા પાસે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી મોવી બાજુથી બાતમી વાળી ગાડી આવતા તેમાથી હરેશભાઈ ઘનજીભાઈ વસાવા (રહે.પલસી તા.નાદોદ જી.નર્મદા )સંદિપભાઈ ખાનસીંગ ભાઈ વસાવા( રહે.ગાડીત તા.નાદોદ જી.નર્મદા )ને ઝડપી પાડી તેમની ગાડીમાં વિદેશી દારૂના ક્વાટરીયા નંગ -૨૮૮ કિ.રૂ .૨૮,૮૦૦ તથા બીયરના ટીન નંગ -૭૨ કિ.રૂ .૭,૨૦૦ તથા ફોર વ્હીલ ગાડી કિ.રૂ .૧૦૦૦૦૦ તથા અંગ જડતીમાંથી મળી આવેલ મોબાઈલ નંગ -૦૨ કિ.રૂ .૧૦૦૦ મળી કુલ્લે રૂ .૧,૩૭,૦૦૦  ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી કરી છે.

(11:26 pm IST)