Gujarati News

Gujarati News

News of Monday, 30th August 2021

અમદાવાદ :તળાવમાં ગેરકાયદે ડ્રેનેજ જોડાણ કરનાર બિલ્ડરો સામે કાર્યવાહી કરવા અમિતભાઇ શાહની સુચના

બેઠકમાં તાત્કાલિક આવા બિલ્ડરો સામે કાર્યવાહી કરવા કમિશનર સહિત અધિકારી સુચના આપી

અમદાવાદઃ દેશના ગૃહમંત્રી અને  ગાંધીનગર લોકસભાના સાસંદ અમિતભાઇ શાહ ગુજરાતના પ્રવાસે છે. આજે  ગાંધીનગર લોકસભામાં આવતા અમદાવાદ મહાનગર પાલિકા  વિસ્તાર મુદ્દે કમિશ્નર સહિત ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી. બોડકદેવ સ્થિત નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં આવેલ એએસમી ઓફિસ ખાતે ચાર વિધાનસભાના ધારાસભ્ય અને અધિકારી સાથે બેઠકમાં કામ અંગે સમિક્ષા કરાઇ હતી

અમિતભાઈ  શાહની અધ્યક્ષતામા મળેલી બેઠકમાં શહેરના તળાવની લાઇનમાં ગેરકાયદે ડ્રેનેજ લાઇન જોડાણ થતી હોવાની ફરિયાદ ઉઠી હતી . શાહે તાત્કાલિક આવા બિલ્ડરો સામે કાર્યવાહી કરવા કમિશનર સહિત અધિકારી સુચના આપી હતી. અમદાવાદના ગોતાથી લઇ સરખેજ વિસ્તાર સુધી 21 તળાવો છે જેમા કેટલાક તળાવમા બિલ્ડરો દ્વારા ગેરકાયદે ડ્રેનેજ લાઇન જોડાણની ફરિયાદ આવી હતી

અમિતભાઈ  શાહે આ બિલ્ડરો સામે પગલા લેવા અને તળાવોના એક બીજા સાથે જોડાણ કરી નર્મદા પાણીથી ભરવા સુચના આપી હતી. બેઠક પૂર્ણ થયા બાદ વેજલપુરના ધારાસભ્ય કિશોરભાઇ ચૌહાણે મિડીયા સંબોધન કરતા કહ્યું હતુ કે અમિતભાઇ દ્વારા દર ત્રણ મહિનાએ તેઓના મત વિસ્તારના વિકાસ કામો અંગે સમિક્ષા કરવામાં આવે છે . જે અંતર્ગત આજે આ બેઠક મળી હતી. મુખ્ય હાઉસિંગ પ્રોજેકટ, બાગ બગીચા, તળાવ અને પીવાના પાણી કામગીરી અંગે સમિક્ષા કરી હતી. નવા કામમાં નારણપુરા ખાતે બનનાર આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ કોમ્પેલક્ષના ટેન્ડર મંજૂર કરવી સુચના અપાઇ હતી. તળાવો સ્વચ્છ રાખી તેમાં નર્મદા પાણી ભરવા આયોજન કરવા કહ્યું છે. તેમજ ગોતા થી સરખેજ વિસ્તાર સુધી આવતી અલગ અલગ 21 તળાવ એક બીજી સાથે ઇન્ડલિંક કરી નર્મદા પાણીથી ભરવા કહ્યું હતુ.

વધુમા ધારાસભ્ય ચૌહાણે જણાવ્યુ હતુ કે હાઉસિંગ પ્રોજેક્ટમા વધુ ગતી લાવવા તેમજ રિ ડેવલપમેન્ટ હાઉસમાં બે પાંચ ટકા લોકો ન માને તો કાયદાનો ઉપયોગ કરી નવા હાઉસિંગ તૈયાર કરો . સિંધુ ભવન રોડ પર મલ્ટી લેવલ પાર્કિગ તૈયારી સમિક્ષા પણ કરી હતી. બોપલ અને ઘુમા વિસ્તારમાં આગામી વર્ષ સુધી નર્મદા પાણી પહોંચાડવા તૈયારીઓ ચાલી રહી છે તે કામની પણ સમિક્ષા અમિતભાઇ કરી હતી. પાણી નવા કનેક્શન લેતી વખતે એએમસી ફિમા વિસંગતાઓ દુર કરી એક પોલીસી કરવા પણ સુચના આપી હતી.

AMCમાંથી કમિશનર મુકેશ કુમાર ,ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણ, તેમજ આઈ કે પટેલ સહિતના ઓફિસર સાથે ગાંધીનગર લોકસભા વિસ્તારના ધારાસભ્ય  અરવિંદ પટેલ , ભુપેન્દ્ર પટેલ, કૌશિક પટેલ, કિશોરભાઇ ચૌહાણ બેઠકમાં હાજર હતા. આ સાથે શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ અને મહાનગર પાલિકા પ્રભારી ધર્મેન્દ્ર શાહ પણ બેઠકમાં હાજર હતા.

 

(10:59 pm IST)