Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

માંગરોલ ગામના ધનેશ્વર મહાદેવ મંદિરની જમીન વિવાદમાં :મંદિરના રૂમોના બાંધકામની પરવાનગી રદ કરતી ગ્રામપંચાયત

મંદિરની બાજુમાં કરવામાં આવતા બાંધકામ ગેર કાયદેસર ગણી જમીનની માલિકી અથવા વહીવટ કરતા ના પુરાવા પંચાયતે માંગ્યા કબજો :સાધુ સંતો પાસે બાંધકામ માટે લાખો રૂપિયાનું ફંડ ક્યાંથી આવ્યું : કોણ બાંધકામ માટે કરી રહ્યું છે મદદ પંચાયત જેની પણ કરસે તપાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના માંગરોળ ગામે આવેલ ધનેશ્વર  મહાદેવનું વર્ષો જૂનું ઐતિહાસિક મંદિર આવેલું છે. જેનું નર્મદા પુરાણ માં પણ ઉલ્લેખ છે ત્યારે આ મંદિર અને જમીન રઘુનાથજી મહારાજને  સ્થાનિકો દ્વારા આપવામાં આવી હતી જેથી જેના કટિયામાં તેમની માલિકી બોલે છે બાદમાં તેમણે ને જેના વહીવટ કર્તા  તરીકે રામપ્યારે દાસજી મહારાજને જવાબદારી સોંપવામાં આવી પરનું હાલ બંને સંતો હયાત નથી, અને કોઈ તેમના સીધી લીટીના વારસદાર ના હોય આ જમીન વિવાદાસ્પદ બની છે. હાલમાં જે જાનકીદાસજી રહે છે તેઓ પરિવાર સાથે રહી મંદિરની જમીનમાં બાંધકામ કરે છે એટલે ગ્રામજનો નો વિરોધ ઉઠ્યો અને આ બાંધકામ બંધ કરવા માંગ કરી પંચાયતે બાંધકામ બંધ કરવા હુકમ કર્યો છે. અને ગ્રામ પંચાયતે બાંધકામની અરજી ફગાવી પોતે આ જમીનના વરસાદ હોવાના પુરાવા માંગતા જમીન વિવાદમાં આવી ગઈ છે.
આ બાબતે ગામના આગેવાન પ્રશાંત ગોસ્વામીએ  જણાવ્યું હતું કે માંગરોળ ગામ ખાતે ધનેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં મંદિરની મિલકતમાં બહારથી આવીને ગેર કાયદેસર રીતે રહેતા અને કહેવાના સંતો નામે જાનકીદાસ અને મનીરામ દ્વારા માંગરોલ ગ્રામ પંચાયતની પરમિશન વિના ગેર કાયદેસર લાખો રૂપિયાનો ખર્ચ કરી મિલકત તેઓના નામે ન હોવા છતાં પણ બાંધકામ કરી જમીન પોતાના નામે ચઢાવી પોતાની વ્યક્તિગત માલિકી બનાવવા જઈ રહ્યા છે. જેથી ગ્રામજનોનો વિરોધ વધતા ગ્રામજનો વતી મેં બાંધકામ બંધ કરવાની  અરજી ગ્રામપંચાયતને આપી હતી. ત્યારે ગામના સરપંચ તથા તલાટી અને ગ્રામ પંચાયતની બોડી એ નોટીશ આપી કાયદેસરની કાર્યવાહી કરી બાંધકામ અટકાવવા જણાવેલ છતાં પણ ગ્રામ પંચાયતની સામે ખોટી દાદાગીરી કરી બાંધકામ બંધ કરેલ નથી. જાનકીદાસને કોઈ રાજકીય કે કોઈ મોટા સંતના આશીર્વાદ હોય એવી લોક ચર્ચા છે. ધનેશ્વર ની સામન્ય આવક હોય તો લાખો રૂપિયાની અવાક આ બાંધકામ પાછળ વપરાતા હોય તેની પણ તપાસ થવી જોઈએ. જમીન અને તેમની આવક માટે પ્રાંત અધિકારી અને જિલ્લા કલેક્ટર જરૂરી કાર્યવાહી કરે સાધુ ઓ ના પોલીસ રેકોર્ડ પણ પોલીસ ચેક કરી એવી લોકોની માંગ છે.
સ્થાનિક આગેવાનની અરજી ને લઈને તપાસ કરતા કોઈ સીધી લીટીના વારસદાર નથી અને ગ્રામપંચાયતની બાંધકામની પરવાનગી પણ લીધી નથી એટલે ગત 29/જુલાઈ 22 ના રોજ પંચાયતની બેઠક મળી હતી જેમાં સરપંચ અને સભ્યોની સહમતીથી આ બાંધકામની પરવાનગી રદ કરવામાં આવી છે. જે અંગેની જાણ મેં તાલુકા પંચાયતમાં કરી છે. >>> વિજય સુથાર (તલાટી કમ મંત્રી, માંગરોળ )
જોકે આ બાબતે મંદિરના મહંત જાનકીદાસ બાપુએ જણાવ્યું કે આ કેટલાક અસમાજિક તત્વોનું ષડયંત્ર છે આ બાંધકામ હું બહારથી આવતા સંતોનાં લાભ માટે કરું છું, અગાઉ જે મહારાજની હત્યા થઈ હતી તેમાં પણ આવા અસમાજિક તત્વો સામેલ હતા અને એમનો ઈરાદો મંદિરની જગ્યા પર હોટલ બનાવવાનો હોય માટે આવા કાવતરા કરી મને હેરાન કરે છે અને મારા જીવને પણ જોખમ છે જેમાં મારી પણ હત્યા થઈ શકે છે માટે આમ થઈ રહ્યું છે.

(10:22 pm IST)