Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

નર્મદા જીલ્લા કલેકટર તરીકે સ્વેતા ટેવતિયા ની નિયુક્તિ

જીલ્લાની સ્થાપના થયા બાદ પ્રથમજ વાર મહીલાની જીલ્લા કલેક્ટર તરીકે નિયુક્તિ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લા કલેકટર તરીકે સફળ કામગીરી બજાવતા ડી એ. શાહ ની બદલી થતાં તેમની જગ્યા એ નર્મદા જીલ્લા કલેકટર તરીકે અરવલ્લી - મોડાસા નાં જીલ્લા વિકાસ અધિકારી તરિકે ફરજ બજાવતા સ્વેતા ટેવાતિયાની નિમણુંક રાજ્ય સરકાર દ્વારા કરવામા આવી હોવાનુ જાણવા મળ્યુ છે.નર્મદા જીલ્લા કલેકટર તરીકે 2011ની બેચના ગુજરાત કેડરના સ્વેતા તેવાતિયા નર્મદા જીલ્લાની સ્થાપના થયા બાદ પ્રથમ મહીલા કલેક્ટર તરીકે નો  કાર્યભાર સંભાળનાર મહીલા તરિકે નું સ્થાન મેળવશે

   
(10:19 pm IST)