Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજપીપળા પ્રાંત કચેરી પાછળ આવેલી કૂંડીમાં આખલો પડી જતાં લોકટોળા એકઠા થયા:પાલિકાને જાણ કરાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલી પ્રાંત કચેરી પાછળ આવેલી એક બંધ કુંડી માં આખલો પડી જતાં નગરપાલિકામાં આ બાબતે જાણ કરાઇ હતી
રાજપીપળા પ્રાંત કચેરી પાછળ બંધ ડબક ની દસેક ફૂટ ઉંડી કૂંડીમાં આખલો પડી ગયો હોય આ આખલો બે ત્રણ દિવસથી અંદર પડ્યો હોવાનું જણાઈ રહ્યું છે ત્યારે આજે આખલાં એ ભૂખ અને તરસ નાં માર્યા બુમો પાડતા આસપાસ નાં લોકોની નજર ગઈ અને સેવાભાવી લોકો એ પાણી અને અનાજ ખવડાવતા આખલો શાંત થયો હતો જોકે ત્યાં એકઠા થયેલા લોકો એ નગરપાલિકા માં જાણ કરતા આખલા ને બહાર કાઢવા ફાયર ટીમ આવશે તેમ જાણવા મળ્યું છે.જોકે પશુઓના માલિકો પોતાના પશુઓને શહેરમાં રખડતા છોડી દેતા અવાર નવાર આવી ઘટનામાં પશુ અને તંત્ર બંને હેરાન થાય છે અને આખલા તો ક્યારેક ગાંડા બને તો જીવલેણ પણ સાબિત થાય એમ હોય આ બાબતે માલિકો એ ખાસ તકેદારી રાખવી જોઈએ તે જરૂરી જણાઈ છે.

(10:17 pm IST)