Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

આમલેથા ગામ માથી પોલીસે 5,500 નાં જુગાર નાં મુદ્દામાલ સાથે 4 શખ્સો ને ઝડપી પાડયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં આમલેથા ગામમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે રોકડ રકમ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર આમલેથા પોલીસે બાતમીના આધારે આમલેથા ગામની જુની નિશાળ ફળીયા નજીક ખુલ્લા ખેતરમાં મોબાઇલ ટોર્ચના અજવાણે હારજીતનો પત્તાપાનાનો જુગાર ૨મી રમાડતા પકડાયેલ ભરતભાઇ શાંતીલાલ વસાવા,રહે.આમલેથા મોટા ફળીયુ, દાવનજી ભાઇ બાવાભાઇ વસાવા,રહે.આમલેથા જુની નિશાળ ફળીયુ,નરેશભાઇ ચ તુરભાઇ વસાવા, (રહે.આમલેથા નવીનગરી)મનીપભાઇ શનુભાઇ વસાવા(,રહે.આમલેથા ઉઘરાધાર ફળીયુ ) નાઓની અંગઝડતી દરમ્યાન રોકડા રૂપિયા .૫૦૦૦ - તથા દાવ ઉપરના રોકડા રૂપિયા .૫૦૦   નો મળી કુલ્લે રૂપિયા .૫૫૦૦-ના મુદામાલ સાથે પકડાઇ જઇ ગુનો કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

(10:16 pm IST)