Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજપીપળાથી નહેરુ યુવા કેન્દ્ર દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન કાર્યક્રમનો પ્રારંભ

આગામી 13 થી 15 ઓગષ્ટ ના 1000 થી વધુ તિરંગા લગાવશે: NYK નર્મદા ના રાષ્ટ્રીય સ્વયંસેવકો દ્વારા જિલ્લાના 75 થી વધુ ઘરોમાં તિરંગા અંગે જાગૃતિ અને ઘર ઘર તિરંગા લગાવવામાં આવશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે દેશના વડાપ્રધાન  મોદી દ્વારા ઘર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું છે. જેની પાછળ હેતુ માત્ર એટલો જ છે કે આજના યુવા વર્ગમાં દેશભક્તિ, રાષ્ટ્ર ભાવના જાગૃતિ થાય,રાષ્ટ્ર નિર્માણમાં આઝાદી માટે જેમનું યોગદાન હતું તેવા સ્વતંત્ર સેનાની ઓના કાર્યને યાદ કરી તેમને નમન કરે  ત્રિરંગા માટે સ્વાભિમાન વધે જે માટેનો છે. ત્યારે આ ઘર ઘર તિરંગા અભિયાન નહેરુ યુવા કેન્દ્ર નર્મદા દ્વારા એક કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં વડિયા રાજપીપલા ખાતે આવેલ કચેરી થી આ અભિયાન ની શરૂઆત જિલ્લા યુવા વિકાસ અધિકારી વિઠ્ઠલ બી.તાયડે દ્વારા કરવામાં આવી, જેમની સાથે એકાઉન્ટ હેડ ચંદ્રકાન્ત બક્ષી,રજનીશ તડવી,અંકિત વસાવા, લાલસીંગ વસાવા, ઉદય વસાવા, દીક્ષા તડવી સહીત મોટી સંખ્યામાં રાષ્ટ્રીય યુવા સંયોજકો જોડાયા હતા. આ તમામ રાષ્ટ્રીય યુવા સંયોજકો  તાલુકા મથકોમાં કામ કરતા હોય આગામી 13 ઓગષ્ટ થી લઈને 15 ઓગષ્ટ સુધી 75 થી વધુ ગામોના 1000 થી વધુ ઘરોમાં ઘર ઘર તિરંગા લગાવશે અને તિરંગા અંગે જાગૃતિ લાવશે.
આ બાબતે નર્મદા જિલ્લા યુવા વિકાસ અધિકારી વિઠ્ઠલ બી.તાયડેએ જણાવ્યું હતું કે  દેશના પ્રત્યેક નાગરિક માં દેશભક્તિ રાષ્ટ્ર ભક્તિ હોવી જોઈએ સાથે રાષ્ટ્ર ધ્વજ તિરંગા માટે સ્વાભિમાન પણ એટલુંજ હોવું જોઈએ એક ભારતીય તરીકે ગર્વ હોવો જોઈએ અને આ દેશના આઝાદીમાટે રાષ્ટ્ર નિર્માણ માટે જે ક્રાંતિકારીઓ સ્વતંત્ર સેનાનીઓ માટે પણ જાણકારી આજના યુવાનોને હોવી જોઈએ આ તમામ બાબતની આજે સમજૂતી આપી રાષ્ટ્રીય સ્વયસેવકોને સમજૂતી આપીને ગામેગામ જઈને તિરંગા લગાવશે. અને જાગૃતિ લાવશે. પ્રધાનમંત્રીના અભિયાનને આગળ વધારશે.

(10:16 pm IST)