Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલ કોવિડમાં શિફ્ટ થયા સ્થાનિક દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા

રાજપીપળા માથી બહાર હાઇવે માર્ગ પર આવેલી કોવીડ સુધી આવવા જવામાં 100 રૂપિયા ભાડું બગડતું હોવાની સ્થાનિકોની ભડાસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા સિવિલ હોસ્પિટલ અચાનક હાઇવે માર્ગ પર આવેલી કોવિડ હોસ્પિટલ માં શિફ્ટ કરતા દર્દીઓ જૂની હોસ્પિટલ માં આવી ધક્કે ચઢયા હતા,જોકે જૂની હોસ્પિટલનું મકાન વર્ષોથી જર્જરિત હાલતમાં છે અને જીતનગર ખાતે નવી બની રહેલી હોસ્પિટલ નું કામ ગોકળ ગાયની ગતિ એ ચાલતું હોવાથી એકમાત્ર વિકલ્પ કોવિડ હોસ્પિટલ હતો અને ત્યાં સિવિલ સતાધીશો દ્વારા જરૂરી સામાન ખસેડવાની સૂચના મળતાં હાલમાં કોવિડ હોસ્પિટલ માં આ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે
જોકે સ્થાનિક દર્દીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર માંથી આવતા દર્દીઓનાં મતે જૂની હોસ્પિટલમાં ઇમરજન્સી વોર્ડ રખાઈ અને ત્યાં આવતા દર્દીઓને સરકારી વાહનમાં કોવિડ હોસ્પિટલ માં ખસેડાઇ તો સારું નહિ તો કોવિડ હોસ્પિટલ માં જવા આવવા માટે રીક્ષા ભાડું જ 100 રૂપિયા જેવું ખર્ચાઈ જતા મફત ઈલાજ માટે આવતા ગરીબ દર્દીઓની આર્થિક હાલત બગડશે.
આ બાબતે સિવિલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તા એ જણાવ્યું કે જૂનું મકાન જોખમી અને જર્જરિત છે માટે ઉપર થી પરવાનગી બાદ અમે કોવિડ હોસ્પિટલ માં શિફ્ટિંગ કર્યું છે બાકી રહી વાત ઇમરજન્સી કે અન્ય સેવા જૂની હોસ્પિટલમાં રાખવા બાબતે અમે કોઈ આયોજન કરીશું.

(10:14 pm IST)