Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

સાગબારા તાલુકા પંચાયત ખાતે સામાજીક આગેવાનોનો લોકદરબાર લઇ e-FIR બાબતે જરૂરી માર્ગદર્શન અપાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ધ્વારા સાગબારા પો.સ્ટે.ની વાર્ષિક તપાસણી કરવામા આવી વાર્ષિક તપાસણી દરમ્યાન પોલીસની પરેડ નિરીક્ષણ કરી ત્યારબાદ સાગબારા તાલુકા પંચાયત હોલ ખાતે સાગબારા તાલુકાના સામાજીક આગેવાનોનો લોકદરબાર લઇ e - FIR , સાયબર ક્રાઇમ એવરનેશ ટ્રાફીક એવરનેશ , મહિલા સુરક્ષા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું આજ રોજ સાગબારા પોલીસ સ્ટેશનના વાર્ષિક તપાસણી દરમ્યાન નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે નાઓ ધ્વારા પોલીસની પરેડ નિરીક્ષણ બાદ સાગબારા તાલુકાના સામાજીક આગેવાનોની મીટીંગ લેવામાં આવેલ જેમા સાગબારા તાલુકાના સામાજીક આગેવાનો ને e - FIR , સાયબર ક્રાઇમ એવરનેશ ટ્રાફીક એવરનેશ તથા મહીલા સુરક્ષા વિગેરે બાબતે જરૂરી માર્ગદર્શન આપવામા આવેલ તથા સામાજીક આગેવાનોની દારુબંદી બાબતે તથા નશીલા પદાર્થોના સેવન બાબતે તથા દેવમોગરા માતાજીના મંદિરે તથા આસપાસના વિસ્તારોની રજુઆતો સાંભળી નિકાલ કરવા બાબતે પોલીસને   જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.તથા આંતરરાજ્યો ચેકપોસ્ટોની વિઝીટ કરી ગેરકાયદેસર પ્રવૃતિઓ અટકાવવા બાબતે જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ કોલવાણ આઉટ્પોસ્ટ ની વિઝીટ કરવામાં આવી હતી.

(10:13 pm IST)