Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમૂલના એમડી ડો. આર એસ સોઢી હવે ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ બન્યા

તેમના અનુભવ અને જ્ઞાનનો હવે વધુ બહોળો ઉપયોગ થઇ શકશે

અમદાવાદ : જાણીતી મિલ્ક ફેડરેશન અમૂલના એમડી ડો. આર એસ સોઢી ભારતીય ડેરી એસોસિએશનના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જેને કારણે તેમની યશકલગીમાં વધુ એક પીછું ઉમેરાયું છે. અને આ વાત ગુજરાતીઓ માટે ગર્વ લેવા જેવી છે. તેમના અનુભવ અને જ્ઞાનનો હવે વધુ બહોળો ઉપયોગ થઇ શકશે.

પ્રાપ્ત વિગતો અનુસાર, ઇન્ડિયન ડેરી એસોસિએશન (IDA) ની સ્થાપના વર્ષ 1948 માં કરવામાં આવી હતી. દેશના ડેરી ઉદ્યોગમાં ઇન્ડિયન ડેરી એસોસિએશન સર્વોચ્ચ સંસ્થા છે. IDA પ્રમુખ તરીકે ચૂંટાયા બાદ ડો. સોઢીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “IDAનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે સન્માનની વાત છે. ખાસ વાત એ છે કે, ડો. વી કુરિયન વર્ષ 1964માં આ જ પદ પર હતા. ડો. સોઢીને અમૂલ સાથે 40 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. ડો. સોઢી છેલ્લા 12 વર્ષથી સફળતા પુર્વક અમૂલનું નેતૃત્વ કરી રહ્યા છે. ગત વર્ષે જ ડો. સોઢી ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશન (IDF) ના બોર્ડમાં ચૂંટાયા હતા.

(9:57 pm IST)