Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમાર

રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિ:શુલ્ક તાલીમ અપાશે રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોર:ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર ખાતે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર'ની પ્રવેશ પરીક્ષા તા.૩૧ જુલાઇના રોજ યોજાશે:પ્રવેશ પરીક્ષામાં કુલ ૧,૨૪૮ વિદ્યાર્થીઓ ભાગ લેશે:મેરિટને આધારે ૧૦૦ વિદ્યાર્થીઓને પસંદ કરી તાલીમ અપાશે

ગાંધીનગર :સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદીપભાઈ પરમારે કહ્યું કે, રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓની ઉજ્જવળ કારકિર્દી માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મંત્રીપરમારે ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર ખાતે મીડિયાના મિત્રોને સંબોધતા કહ્યું કે, કેન્દ્ર સરકારના ડો.આંબેડકર ફાઉન્ડેશન, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર' તરીકે મંજૂરી પ્રાપ્ત થઈ છે. આ કેન્દ્રનું મજૂર થવું ગુજરાતના શિક્ષણ જગત માટે અને વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દી માટે ખૂબ મહત્વની ઘટના છે. આ કેન્દ્ર ખાતે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને UPSCજેવી સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ આપવામાં આવશે.
મંત્રી પરમારે જણાવ્યું કે, ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય, ગાંધીનગર ખાતે વર્ષ ૨૦૨૨-૨૩ માટે ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર'ની પ્રવેશ પરીક્ષા તા.૩૧ જુલાઇ ૨૦૨૨ના રોજ યોજાશે. આ પરીક્ષામાં કુલ ૧,૨૪૮ વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ પરીક્ષાના મેરિટને આધારે ૧૦૦ વિદ્યાર્થીઓને પસંદ કરી તાલીમ આપવામાં આવશે.
રાજ્ય શિક્ષણ મંત્રી કુબેરભાઇ ડીંડોરે કહ્યું કે,રાજ્યના અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે નિ:શુલ્ક તાલીમ અપાશે. ગુજરાતની એક માત્ર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયને ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર' તરીકે મંજૂર કરવામાં આવ્યું છે, જે ગૌરવની ઘટના છે. અનુસૂચિત જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ માર્ગદર્શનના અભાવે, આર્થિક મુશ્કેલીઓના કા૨ણે આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તાલીમ અત્યાર સુધી મેળવી શકતા ન હતા, હવે આ કેન્દ્રની સ્થાપનાને પરિણામે તેઓ માટે વિશાળ તકો ઊભી થઈ છે.
મંત્રી ડીંડોરે ઉમેર્યુ કે, વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સ૨કા૨ દ્વારા કુલ ૫ વર્ષ માટે પ્રતિ વર્ષ ૧ કરોડ એમ કુલ ૫ કરોડની ૨કમ પણ મંજૂર ક૨વામાં આવી છે.ગુજરાત માટે એવું કહેવાય છે કે ગુજરાતના વિદ્યાર્થીઓ UPSC જેવી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉત્સાહી હોતા નથી. ત્યારે ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક વિશેષ જાગૃતિ ઊભી કરશે. ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય ખરા અર્થમાં એક પથદર્શક તરીકે કાર્ય કરી રહ્યું છે.
કુલપતિ પ્રો. ૨માશંકર દુબેએ જણાવ્યું હતું કે, ભારતની ૩૩ કેન્દ્રીય યુનિવર્સિટીઓને ‘ડો.આંબેડકર ઉત્કૃષ્ટતા કેન્દ્ર' માટે પંસદ કરવામાં આવી છે. જે સંદર્ભે તા. ૨૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ બના૨સ હિન્દુ વિશ્વવિદ્યાલય, વારાણસી ખાતે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબહેન પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય કેબિનેટ મંત્રી વીરેન્દ્રકુમારની ઉપસ્થિતિમાં ડો.આંબેડકર ફાઉન્ડેશન, કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલય વચ્ચે એમઓયુ થયા હતા

(9:03 pm IST)