Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

PM YASASVI અમ્બ્રેલા યોજના હેઠળની OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટેની ટોપ ક્લાસ સ્કુલ એજ્યુકેશન યોજના અંતર્ગત સ્કોલરશીપ ટેસ્ટ યોજાશે

ધો. ૯ થી ૧૨માં અભ્યાસ કરતા OBC, EBC અને વિચરતી વિમુક્ત-DST જાતિના વિદ્યાર્થીઓ કે જેના માતા-પિતાની રૂ. ૨.૫૦ લાખ સુધીની આવક હોય તેઓને શિષ્યવૃત્તિનો લાભ મળશે:આ યોજના અંતર્ગત ધો. ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૭૫,૦૦૦ અને ધો.૧૧ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૧,૨૫,૦૦૦ શિષ્યવૃતિ મળવાપાત્ર

અમદાવાદ :કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓ માટે PM Young Achievers Scholarship Award Scheme for Vibrant India (YASASVI) અમ્બ્રેલા સ્કીમ હેઠળની ‘OBC, EBC અને DNT વિદ્યાર્થીઓ માટેની ટોપ ક્લાસ સ્કુલ એજ્યુકેશન’ યોજના ૨૦૨૨-૨૩ અંતર્ગત અમલમાં મૂકવામાં આવનાર છે એમ વિકસતી જાતિ કલ્યાણ નિયામક એન. એ. નિનામાની યાદીમાં જણાવાયું છે.

યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર આ યોજના અંતર્ગત કેંદ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પસંદ થયેલી સંસ્થા/શાળાઓમાં ધોરણ ૯ થી ૧૨માં અભ્યાસ કરતા અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC), અને વિચરતી વિમુક્ત (DST) જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ કે જેઓના માતા-પિતાની તમામ સ્ત્રોતની વાર્ષિક આવક રૂ. ૨.૫૦ લાખથી વધુ ન હોય તેવા ધો.૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૭૫,૦૦૦/- અને ધો.૧૧ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓને વાર્ષિક રૂ. ૧,૨૫,૦૦૦/- શિષ્યવૃતિ મળવાપાત્ર છે.
મંત્રાલય દ્વારા આ યોજના હેઠળ શિષ્યવૃતિ માટે પાત્ર વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે National Testing Agency (NTA) દ્વારા તા. ૧૧/૦૯/૨૦રરના રોજ ૭૮ શહેરોમાં computer Based Test (CBT) પરીક્ષા Natlonal Entrance Test for YASASVI ENTRANCE TEST (YET) 2022 યોજાનાર છે. વર્ષ ૨૦૨૨-૨૩માં પસંદ થયેલ શાળા સંસ્થામાં અભ્યાસ કરતા ધોરણ. ૯ અને ૧૧ના અન્ય પછાત વર્ગ (OBC), આર્થિક રીતે પછાત વર્ગ (EBC),અને વિચરતી વિમુક્ત (DNT) જાતિના વિદ્યાર્થીઓએ તા. ૨૭/૦૭/૨૦૨૨ થી તા.૨૬/૦૮/૨૦૨૨ના સુધીમાં NTA પોર્ટલ પરની https://yet.nta.ac.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ યોજના અંતર્ગત પરીક્ષાનો અભ્યાસક્રમ, પાત્રતા, પરીક્ષા કેન્દ્રના શહેરો તેમજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માન્ય થયેલ સંસ્થા/શાળાઓની યાદી અને પરીક્ષાને લગતી વિગતવાર માહિતી વેબસાઇટ https://yet.nta.ac.in પર ઉપલબ્ધ છે એમ વધુમાં જણાવાયું છે

(8:07 pm IST)