Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

અમદાવાદ પોલીસ સ્ટાફને સંશોધિત કીટ, જોઇન્ટ પોલીસ કમિશનરને અર્પણ

સાવધાન, કોરોના માફક મંકી પોક્ષમાં સાવધાની રાખવી જરૃરીઃ જાણીતા સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહ : સમગ્ર પોલીસ સ્ટાફને વિનામૂલ્યે કીટ સોમચંદ ડોસાભાઇ ટ્રસ્ટ દ્વારા આપવા સાથે તબીબી સલાહની વ્યવસ્થા ગોઠવી સરાંહનીય કાર્ય કરેલઃ આઇપીએસ અજય ચૌધરી

 

રાજકોટ તા.૩૦: જે રીતે કોરાનાથી ડરવાની જરૃર નથી તેમ મંકી પોક્ષથી પણ ડરવાની જરૃર નથી, પરંતુ તેને સામાન્ય બીમારી ગણી હળવાશથી લેવાને બદલે પુરતી કાળજી રાખી તેના નિયમો પાળવા જોઇએ તેમ આ વિષય પર સંશોધન કરતા જાણીતા સાયન્ટિસ્ટ ડો. રાગેશ શાહ દ્વારા જણાવવામાં આવેલ. કોરોના માફક હવે સ્પ્રેડ થવાની પુરી સંભાવના સામે જે કીટ સોમચંદ ડોસાભાઇ ટ્રસ્ટ અને સીબીઆરએનડી વતી જે એલોપેથિક અને આયુર્વેદીક કીટ તૈયારી કરી છે, તે કીટ અમદાવાદ પોલીસ તંત્રને જરૃર મુજબ વિતરણ કરવા અમદાવાદના જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરીને અર્પણ કરતા જણાવ્યુ હતું. ડો.રાગેશ શાહ આ બન્ને જગ્યાએ એમડી અને ચેરમેન તરીકે સેવા આપે છે.

જોઇન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી દ્વારા કોરોના સમયે વિનામૂલ્યે અમદાવાદ પોલીસને વિશાળ માત્રામાં કીટ આપી સમાજ માટે પોતાના જીવના જોખમે ફરજ બજાવતા પોલીસ સ્ટાફ અને અધિકારીઓ માટે કરેલ સેવાની સરાહના સાથે ડો. રાગેશ શાહનો આભાર વ્યકત કરેલ. ડો. શાહના મતે મંકી પોક્ષના આઇસોલીટેડ વિકલ્પ રહેશે. અને તે દરમિયાન કાળજી દર્દી સાથે રહેનાર વ્યકિત દ્વારા માસ્ક, કેપ, એપ્રેન પણ પહેરવું સલાહભર્યુ છે કીટનો લાભ ૬ વ્યકિત મેળવી શકે તે પ્રકારે કીટ તૈયાર કરવામાં આવી હોવાનું ટ્રસ્ટના ઉપસ્થિત તબીબ દ્વારા જણાવેલ. એલોપેથીક ઉપરાંત આયુર્વેદીક દવા જેવી કે સીતોપલા ચૂર્ણ, ખદીરાવટી, જીવન મિકસચર અને ત્રિફલા જેવી ખૂબ પ્રચલિત અને નિર્દોષ દવા સાથે, સર્જિકલ માસ્ક, હેન્ડ ગલોસ, ડિસ્પોઝેબેલ એપ્રોન કીટમાં સામેલ રાખ્યા છે, કયું આર.કોડ. સ્કેન કરી ટેલી મેડિસન તબીબની વિનામૂલ્યે જરૃર જણાયે પોલીસ સ્ટાફને મળશે તેમ જોઇન્ટ પોલીસ કમિશનર દ્વારા વિશેષમાં જણાવેલ

(3:59 pm IST)