Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

લેબર કોર્ટ ફોજદારી જ કોર્ટ છે, એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં કેસ તબદીલ કરવા તેને સતા છેઃ હાઇકોર્ટ

અમદાવાદની એક કંપનીના ચર્ચાસ્‍પદ કેસમાં સેજપાલ એસોસીએટેડ દ્વારા થયેલ ધારદાર દલીલો માન્‍ય

રાજકોટ તા.૩૦: લેબર કોર્ટ ફોજદારી જ કોર્ટ છે, અને કાયદાકીય રીતે સેશન્‍સ કોર્ટને કલમ ૪૦૮ હેઠળ એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ફોજદારી કેસ તબદીલ કરવાની સત્તા હોવાનું ગુજરાત હાઇકોર્ટ દ્વારા સેજપાલ એસોસીએટેડ દ્વારા થયેલ ધારદાર દલીલો માનય રાખતા જણાવેલ. આ બાબતે સમગ્ર વિગતો આ મુજબ છે.
અમદાવાદની એક દવા બનાવતી કંપનીમાં આગ લાગવાના બનાવમાં એક કર્મચારીનું મૃત્‍યુ થયું હતું. જેથી કંપનીના એકિઝકયુટિવ ડાયરેકટર સામે ફેકટરીઝ એકટની કલમ ૯૨ હેઠળ સાણંદ કોર્ટમાં ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી. ત્‍યારબાદ ગુજરાત હાઇકોર્ટ દ્વારા સને ૨૦૧૭માં એક પરિપત્ર બહાર પાડવામાં આવેલ અને દરેક જિલ્લામાં આવેલ લેબર કોર્ટને ફોજદારી કેસો ચલાવવા હકુમત આપવામાં આવે છે.
આ પરિપત્ર મુજબ જિલ્‍લાની તમામ ફેકટરીઝ એકટ મુજબની ફોજદારી ફરિયાદ જે તે લેબર કોર્ટમાં તબદીલ કરવાની હતી. પરંતુ આ ફરિયાદ કોઇ પણ કારણોસર નહી મોકલાતા અને મુદત ના દિવસે ફાઇલ નહી મોકલાતા અને મુદતના દિવસે ફાઇલ ન મળતા છતાં કોર્ટ દ્વારા આરોપી વિરૂધ્‍ધ વોરંટ કાઢવામાં આવેલ. જેથી આરોપીને સેસન્‍સકોર્ટમાં આ હુકમ સામે રીવીઝન કરેલ હતી. તેમજ આ ફરિયાદ લેબર કોર્ટમાં તબદીલ કરવા ફોજદારી કાર્યરીતિ સંહિતાની કલમ ૪૦૮ મુજબ અરજી પણ કરી હતી. પરંતુ, સેસન્‍સ કોર્ટે વોરંટ કાઢવાનો હુકમ કામચલાઉ હુકમ ગણીને રિવિઝન ના મંજૂર કરેલ હતી. તેમજ ફરિયાદ તબદીલ કરવાની અરજી પણ એવા કારણોસર નામંજુર કરી હતી કે લેબર કોર્ટ તે સેસન્‍સ કોર્ટના તાબા હેઠળની કોર્ટ ન હોવાથી કલબ ૪૦૮ હુકમ ના કરી શકાય.
આ બંને હુકમો આરોપીએ સેજપાલ એસોસિએટ્‍સ એડ્‍વોકેટ્‍સ મારફતે ગુજરાત હાઇકોર્ટમાં પડકારેલ હતા. હાઇકોર્ટ દલીલ માન્‍ય રાખીને સેસન્‍સ કોર્ટના બંનેહુકમો રદ કરેલ છે અને એવું ઠેરવેલ છે કે હાઇકોર્ટ દ્વારા ફોજદારી કાર્યસહિતાની કલમ ૧૧ હેઠળ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તેમજ લેબર કોર્ટના બંને હુકમો રદ કરેલ છે અને એવું ઠેરવેલ છે કે હાઇકોર્ટ દ્વારા ફોજદારી કાર્યસંહિતાની કલમ ૧૧ હેઠળ આ પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે તેમજ લેબર કોટર્ઠ કલમ ૬ હેઠળ જયુડીશ્‍યલ મેજિસ્‍ટ્રેટ ફર્સ્‍ટ કલાસ તરીકેની સત્તા આપવામાં આવેલ હોવાથી તે ફોજદારી કોર્ટ છે અને તે કારણસર સેસન્‍સ કોર્ટને કલમ ૪૦૮ હેઠળ એક કોર્ટમાંથી બીજી કોર્ટમાં ફોજદારી તબદીલ કરવા સત્તા રહેલ છે. આમ વોરંટનો હુકમ પણ રદ કરવામાં આવેલ છે.

 

(10:58 am IST)