Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

ભાજપના ધારાસભ્યની ચીમકી, 'ચૌદમુ રતન ન બતાડું તો મારૂં નામ મધુ શ્રીવાસ્તવ નહીં’

તેમણે કહ્યું- MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું

વડોદરા :  વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વિવાદિત નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ફરીથી બેફામ નિવેદનબાજી કરી છે. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે અધિકારીઓને ફરી ચૌદમું રતન બતાવવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે જણાવ્યું છે કે MGVCLના ભ્રષ્ટ અધિકારીઓને નહીં છોડુ. પશુપાલકોને ન્યાય ના મળે તો બરોડા ડેરીમાં હલ્લાબોલ કરીશું. તમને જણાવી દઈએ કે મધુ શ્રીવાસ્તવ અગાઉ પણ અનેક વખત વિવાદિત નિવેદનો આપી ચૂક્યા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે બરોડા ડેરીના વિવાદ મામલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, પશુપાલકોને ન્યાય નહીં મળે તો ડેરીમાં જઈને હલ્લાબોલ કરીશ. ફેટના ભાવમાં વધારો નહીં થાય તો મધુ શ્રીવાસ્તવે આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. MGVCL દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે નિવેદન આપ્યું હતું. તેમણે આ મુદ્દે અધિકારીઓને 14મું રતન બતાવવાની ફરી એકવાર ચીમકી આપી હતી. ટકાવારી લેતા અધિકારીઓને મધુ શ્રીવાસ્તવએ ચીમકી ઉચ્ચારી છે.

(12:53 am IST)