Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

રાજપીપળા મોતીબાગ વિસ્તારમાંથી પોલીસે અંગ્રેજી, દેશી દારૂ સાથે મહિલાને ઝડપી લીધી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા નાં મોતીબાગ વિસ્તાર માથી પોલીસે એક મહિલાને દેશી અને અંગ્રેજી દારૂ સાથે ઝડપી ગુનો દાખલ કર્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે મોતીબાગ વિસ્તારમાં રહેતા શકુંતાલાબેન પ્રકાશભાઈ વસાવાની નાઓ પોતાના રહેણાંક ઘરના રસોડાના ભાગે દારૂનો હોલ નંગ -૦૧ કિ.રૂ .૫૦૦  તથા પ્લાસ્ટીકના કવાટરીયા નંગ -૦૪ કિ.રૂ .૪૦૦  તથા કાચનુ કવાટર નંગ -૦૧ કિ.રૂ .૧૦૦ ગણી તથા દેશી દારુ લીટર ૦૨ કિ.રૂ .૪૦ મળી કુલ્લે કિ.રૂ .૧૦૪૦-નો મુદ્દામાલ રાખી પોલીસ રેડ દરમ્યાન પકડાઈ જઈ ગુનો કરતા પોલીસે પ્રોહી.નો ગુનો દાખલ કર્યો છે.

(10:45 pm IST)