Gujarati News

Gujarati News

News of Saturday, 30th July 2022

કામરેજ નજીક ભંગારના ગોડાઉનમાં આગ ભભૂકી : ત્રણ વ્યક્તિ દાઝ્યા

ભંગારના ગોડાઉનથી સીઆરસી ફાયર સ્ટેશનથી માત્ર અડધા કિલોમીટર દૂર :ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળે ઉપર પહોંચ્યા

કામરેજ ખાતે ઉદ્યોનગરમાં આવેલ એક ભંગારના ગોડાઉનમાં આજે  આગ ફાટી નીકળતા સ્થળ ઉપર ભારે અફડાતફડી અને ભાગદોડ મચી ગઈ હતી. ગેસ સિલિન્ડરનો બાટલો ખોલતી વખતે ફ્લેશ ફાયર થવાના લીધે આગ ભડકી ઉઠી હતી જેના કારણે ગોડાઉનમાં આગ પ્રસરવાની સાથે ત્યાં હાજર માલિક સહીત ત્રણ જણા લપેટમાં આવી જતા દાઝી ગયા હતા. તેઓને તાત્કાલિક 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પ્ટિલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગને કંટ્રોલમાં લેવાની કવાયત હાથ ધરી હતી.

(8:43 pm IST)