Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાતમાં વહેલી ચૂંટણી ! ભાજપ નેતાઓની વડાપ્રધાન મોદી સાથે બે કલાક ચર્ચા : કેજરીવાલના ટ્વીટથી રાજકીય ગરમાવો

પીએમ અને ગૃહમંત્રી સાથેની બેઠકમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ,મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને ચીફ પ્રિન્સીપલ સેક્રેટરી કે કૈલાશનાથન હાજર રહ્યાં

અમદાવાદ : ગુજરાત ભાજપના નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા અને વડાપ્રધાન મોદીને મળ્યાં હતા. તેમની મુલાકાત પર દિલ્હી મુખ્યમંત્રી કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી અંગે  ટ્વિટ કરતા રાજકીય ગરમાવો આવ્યો છે

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવતા ભાજપના ટોચના નેતાઓએ દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને તેમના નિવાસસ્થાને પહોંચ્યાં હતા અને બે કલાકની ચર્ચા કરી હતી

પીએમ મોદી અને ગુજરાત ભાજપના નેતાઓની બેઠક પર સીએમ કેજરીવાલે ટ્વિટ કર્યું હતું. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું કે શું આવતા અઠવાડિયે ગુજરાત વિધાનસભાનો ભંગ કરીને ભાજપ રાજ્યમાં વહેલી ચૂંટણી યોજી રહ્યો છે. શું ભાજપ આમ આદમી પાર્ટથી ડરી ગયો છે. 

આવતીકાલે ગુજરાતના સ્થાપના દિવસ એટલે કે પહેલી મેના દિવસે AAP સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. તો સાથે AAP અને BTP પાર્ટીના ગઠબંધન પણ કાલે અધિકૃત રીતે થશે. જો કે બંને પક્ષોના જોડાણની જાહેરાત તો થઈ જ ચૂકી છે.આ દિવસે છોટુ વસાવા અને અરવિંદ કેજરીવાલ ભરૂચના ચંદેલીયા વ્હાઈટ હાઉસમાં બેઠક કરશે   અને ત્યાર બાદ આદિવાસી મહાસંમેલનનું આયોજન કરશે. તેઓ સાથે મળીને ભાજપ વિરુદ્ધ વિધાનસભામાં જીત મેળવવા માટેનું આયોજન પણ કરશે.

 

(10:49 pm IST)