Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજપીપળા એસટી ડેપોની કંડમ બસો ક્યારે બદલાશે.? અધવચ્ચે બગડેલી બસને વિદ્યાર્થીઓએ ધક્કા માર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદા જિલ્લાના એકમાત્ર મોટા રાજપીપળા એસટી ડેપોની ઘણી બસો કંડમ હાલતમાં હોય નવી બસો ન મળતા અવાર નવાર અધવચ્ચે બગડી જતા મુસાફરો તકલીફમાં મુકાઈ છે છતાં એસટી વિભાગના પેટનું પાણી હાલતું નથી

વાત કરીએ રાજપીપળા એસટી ડેપોની ભરૂચ મોકલેલી એક બસ પરત રાજપીપળા આવી રહી હતી ત્યારે કુવરપરા ગામના પંપ ઉપર ડીઝલ પુરાવવા ઊભી રાખ્યા બાદ બસ ચાલુ ન થતા ન છૂટકે અપ ડાઉન કરતા વિદ્યાર્થીઓ એ ધક્કા મારવા પડ્યા હતા જોકે આવા બનાવ ઘણીવાર બને છે જેમાં ગમે ત્યારે ગમે ત્યાં બસ બગડતા મુસાફરો અટવાઈ જાય છે માટે રાજપીપળા ડેપોની કંડમ બસો બદલી નવી બસો અપાઈ તેવી માંગ મુસાફરોમાં ઉઠી છે
આ બાબતે રાજપીપળા એસટી ડેપોના સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ ભરૂચથી આવતી એક બસનો સેલ ન લાગતા ધક્કા મારવા પડ્યા હતા પરંતુ બે ત્રણ મહિનામાં આપણા ડેપોને નવી બસો મળશે ત્યારબાદ   આ સમસ્યા દૂર થશે.

 

(10:24 pm IST)