Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઈસ્કુલમાં SSC ની પરીક્ષા આપનાર વિદ્યાર્થી પાસે મોબાઈલ મળતા ફરિયાદ નોંધાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગરથી લેવાઇ રહેલ એચ.એસ.સી. બોર્ડ માર્ચ -૨૦૨૨ ના વાણિજ્ય વ્યવસ્થાના વિષયની પરીક્ષામાં રાજપીપળાનો એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન મોબાઈલ સાથે પકડાઈ જતા ઇન્ચાર્જ આચાર્ય એ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે

પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાજપીપળા અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય કચુડીયાભાઈ વેરસીંગભાઈ રાઠવાએ આપેલી ફરિયાદ અનુસાર તેમની શાળામાં વાણિજ્ય વ્યવસ્થાના વિષયની પરીક્ષામાં રાજપીપળાનો એક વિદ્યાર્થી બ્લોક નંબર -૧૬ મા પોતાની પાસે બિનઅધિકૃત રીતે મોબાઈલ ફોન રાખી પકડાઇ જતા આ બાબતે રાજપીપળા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

 

(10:23 pm IST)