Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સરકારની નવી પહેલના ભાગરૂપે,રાજપીપળા વોર્ડનંબર-૧ માં નગરપાલિકાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજ્ય સરકાર દ્વારા ઘણા વર્ષોથી સેવા સેતુ કાર્યક્રમ ચાલુ કરાયા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને સ્થળ ઉપર પોતાની અરજીઓની નિરાકરણ મળે અને જે તે કચેરીમાં ભીડ ન થાય તેવા હેતુથી આ કાર્યક્રમ શરૂ કરાયા પરંતુ એકજ સ્થળે કાર્યક્રમ માં કેટલાક દૂરના વિસ્તારના લોકો આવી શકતાં ન હોવાથી સરકારે હવે નવી પહેલ કરી જેમાં દરેક વોર્ડ માં અલગ સેવા સેતુ કાર્યક્રમ રખાઈ જેના કારણે દરેક સ્થાનિક અરજદારો પહોંચી શકે માટે શનિવારે પાલિકા પ્રમુખ કુલદીસિંહ ગોહિલ અને મુખ્ય અધિકારી રાહુલદેવ ઢોડિયા ના સુચારુ આયોજન થી રાજપીપળા કાછીયા વાડ વિસ્તાર વોર્ડ નંબર 01માં સરકારની આ નવી પહેલ સાથે સેવા સેતુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેમાં સ્થાનિક અરજદારો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

(10:21 pm IST)