Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

શિક્ષકો માટે 6 મેએ બદલી કેમ્પ: શિક્ષકોએ હાજર રહેવાની જરૂર નહીં: શિક્ષણમંત્રીની મોટી જાહેરાત

રાજ્યના 10 લાખ કરતા વધુ પરિવારોને મળશે રાહત

અમદાવાદ : ગુજરાત સરકાર દ્વારા સતત પ્રજાલક્ષી અને સરકારી કર્મચારીઓના હિતમાં નિર્ણયો લેવામાં આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોની બદલી કેમ્પને લઈને મહત્વની જાહેરાત કરી છે.

જીતુભાઈ  વાઘાણીએ વધુમાં જણાવ્યું કે, શિક્ષક પતિ-પત્નીના કિસ્સાઓમાં સરકારે રાહત આપી હતી અને વતન શબ્દ દૂર કરવાની માંગણી પણ સરકારે સ્વીકારી હતી. તો એમપણ કહ્યું કે,કોર્ટના હુકમો પણ સરકારે ધ્યાને રાખવાના હોય છે અને કોર્ટની કાર્યવાહીને લઇ શિક્ષકોની બદલીની પ્રક્રિયા અટકી હતી. સમગ્ર મામલે અમે અલગ-અલગ વિભાગની ફાઇલો મંગાવી હતી અને આગામી સમયગાળામાં તેનો ઉકેલ લાવીશું. 

શિક્ષણ મંત્રી જીતુભાઈ  વાઘાણીએ પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આગામી 6 મેના રોજ શિક્ષકોની બદલી માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં જિલ્લા ફેરબદલી અને અરસ પરસનો સમય ગાળો 7 દિવસનો રહેશે. તો આ સાથે જ શિક્ષકે કેમ્પમાં ઉપસ્થિત રહેવાનું રહેશે નહીં. 

જીતુભાઈ  વાઘાણીએ વધુમાં કહ્યું કે, બદલી કેમ્પના આયોજનથી રાજ્યના 10 લાખ કરતા વધુ શિક્ષક પરિવારજનોને ફાયદો થશે. તો બદલી કેમ્પમાં કરાયેલ શિક્ષકોની બદલી આગામી 20 મે સુધીમાં કરાશે.  

(9:23 pm IST)