Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમદાવાદ એરપોર્ટ પર પેસેન્જરની સુરક્ષા માટે વિશેષ સુવિધા : ઓટો રિક્ષામાં સીસીટીવી કેમરા લગાવાયા

પેસેન્જર અને ડાઇવર બંનેની સલામતી માટે રજીસ્ટર પ્રિપેડ રીક્ષામાં સીસીટીવી લગાવવા માટેનો પ્રોજેકટ શરૂ કરાયો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ  પ્રિપેડ ટેક્સી અને પ્રિપેડ ઓટો ચાલે છે. આ એરપોર્ટ પર રોજના 20 હજાર આસપાસ પેસેન્જરની અવર જવર થાય છે. એરપોર્ટની સુરક્ષા મહત્વની છે એટલી સુરક્ષા પેસેન્જરની પણ મહત્વની છે. પેસેન્જરની સુરક્ષા અને સલામતી માટે વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. પ્રવાસીઓની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે.

અમદાવાદ એરપોર્ટ જે પણ પ્રવાસીઓ આવે છે. તેને પોતાના ઘર અથવા સિટીમાં જવા માટે સરળતાથી ટ્રાન્સપોર્ટ મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ટેક્સી તો પ્રિપેડ ચાલતી હતી પરંતુ હવે ઓટો રીક્ષા પણ પ્રિપેડ ચલાવવામાં આવી રહી છે. 300 જેટલી રીક્ષા રજીસ્ટર કરવામાં આવી છે. પેસેન્જરની સુરક્ષા માટે જે પણ ઓટો રજીસ્ટર થાય છે. તે માટે નિયમ બનાવવામાં આવ્યા છે. ઓટો આરટીઓમાં રજીસ્ટર હોવો જોઈએ, પોલીસ વેરિફિકેશન, આર.સી. બુક, લાયસન્સ તમામ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે. સાથે હવે સીસીટીવીનો પ્રોજેકટ લઈ આવ્યા છે. જો કે હાલ તો રીક્ષામાં સીસીટીવી લગાવી ટેસ્ટિંગ શરૂ કર્યું છે.

પેસેન્જર અને ડાઇવર બંનેની સલામતી માટે રજીસ્ટર પ્રિપેડ રીક્ષામાં સીસીટીવી લગાવવા માટેનો પ્રોજેકટ લાવવામાં આવી રહ્યો છે. જો કે એરપોર્ટ પર રીક્ષામાં સીસીટીવી સર્વેલન્સને લઈ હાલ તો ટેસ્ટિંગ શરૂ કર્યું છે. પ્રાયોગિક ધોરણે 5 રીક્ષામાં સીસીટીવી લગાવીને સ્ટેટિંગ કરવામાં આવી રહ્યું છે. કંટ્રોલ રૂમમાં સીસીટીવીનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. અને પેસેન્જરના રિસ્પોન્સ અને ડેટા અભ્યાસ કર્યા બાદ પ્રોજેકટની અમલીકરણ હાથ ધરશે.

   
(8:57 pm IST)