Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ચાલો મુનસર જઇએ : ભારત સરકાર દ્રારા રક્ષિત સ્મારક જાહેર થયેલ વિરમગામના મુનસર તળાવ પર હેરિટેજ વોક યોજાઇ

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં અનેક લોકો સહભાગી બન્યા અને સફાઇ અભિયાન હાથ ધરાયુ : મારૂ વિરમગામ સ્વચ્છ વિરમગામ, મારૂ મુનસર સ્વચ્છ મુનસરનો જયઘોષ કરાયો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : ચાલો મુનસર જઇએ .... આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વડોદરા મંડલ દ્વારા વિરમગામના મુનસર તળાવ પર હેરીટેજ વોક અને સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખઃ-૩૦/૦૪/૨૦૨૨ ને શનિવારના રોજ વિરમગામના ઐતિહાસ મુનસર તળાવ ખાતે હોરીટેજ વોકનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના કર્મચારીઓ, કેન્દ્રીય વિદ્યાલય, ડીસીએમ કોલેજ, કે બી શાહ સ્કુલના વિદ્યાર્થીઓ, પોલીસ સ્ટાફ, નગરપાલીકા કર્મચારીઓ સહિત નગરજનો જોડાયા હતા. મુનસર તળાવના કિનારા પર ઉપસ્થિત લોકો દ્વારા મારૂ વિરમગામ સ્વચ્છ વિરમગામ, મારૂ મુનસર સ્વચ્છ મુનસરનો જયઘોષ કરાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે, વિરમગામ પૌરાણીક શહેર છે. તેનું હાલ નું નામ વિરમગામ વિક્રમ સંવત - ૧૩૫૦ થી ૧૩૬૦ ના સમયમાં ઉલ્લેખ થયાનું મળેલ છે. પ્રસિદ્ર મુનસર તળાવ પણ તેજ અરસામાં કે તે પૂર્વે બનેલ હોવાનું માની શકાય. આ તળાવની આસપાસ સોલંકી કાળની સ્થાપના શૈલીમાં પથ્થરથી બનાવેલા ૨૮૫ દહેરા હાલમાં હયાત છે. મુનસર તળાવ નો વિસ્તાર ૧૯ હેકટર ૧૭ આરે ૧૨ ગુઠા છે. પશ્વિમ દિશામાં મુનસરી માતાનું મંદિર નીચેથી વરસાદનું પાણી તળાવમાં પ્રવેશી શકે તેવું આયોજન છે. આ તળાવની દક્ષિણ દિશાએ સાસુ વહુના ઓરડા તરીકે પ્રચલીત થયેલ પૌરાણીક મંદિર છે. આ તળાવ ભારત સરકાર દ્રારા રક્ષિત સ્મારક તરીકે જાહેર થયેલું હોઇ પુરાતત્વ વિભાગના હસ્તક છે.

 

(8:13 pm IST)