Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

વડોદરા:કરચીયા ગામ નજીક સંતાકૂકડી રમતી બાળકી સાથે 17 વર્ષીય નરાધમે શારીરિક અડપલાં કરતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરા : કરચિયા ગામ નજીક નાના બાળકો સંતાકૂકડી રમતા હતા.તે દરમિયાન ૧૭ વર્ષનો કિશોર ૮ વર્ષની બાળકીને મકાનના બીજે માળે લઇ ગયો હતો.અને ત્યાં તેણે બાળકી સાથે ઓરલ સેક્સ કર્યુ હતું.જે અંગે બાળકીની માતાએ જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કિશોરને ઝડપી લીધો છે.

શહેર નજીક આવેલા કરચિયા ગામમાં અઠવાડિયા પહેલા સાંજના સમયે નાના બાળકો રમતા હતા.તે સમયે ૧૭ વર્ષના કિશોરે સંતાકૂકડી  રમવા માટે કહેતા બાળકોએ સંતાકૂકડી  રમવાનું શરૃ કર્યુ હતું.તે દરમિયાન ૮ વર્ષની બાળકીને કિશોર તેના મકાનના ઉપરના માળે સંતાવવા લઇ  ગયો હતો.કિશોરના પરિવારજનો મકાનના નીચેના   રૃમમાં હતા.તે દરમિયાન કિશોરે બાળકી સાથે ઓરલ  સેક્સ કર્યુ હતું.ડરી ગયેલી બાળકી તરત ઘરે જતી રહી હતી.ત્યારબાદ બાળકીએ ઘરની બહાર રમવા જવાનું બંધ કરી  દીધું હતું.આ અંગેની જાણ બાળકીની માતાને થતા તેમણે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પી.આઇ.એસ.એસ.આનંદે ૧૭ વર્ષના કિશોરને ઝડપી લીધો હતો.કિશોરનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.જ્યારે બાળકીનું  પણ મેડિકલ ચેકઅપ  પોલીસે કરાવ્યું છે.

(7:05 pm IST)