Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મહેસાણા નગરપાલિકાએ બાકીદારો પાસેથી વેરો ઉઘરાવવાની કરી શરૂઆત:11 દુકાનોને એક સાથે સીલ કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ

મહેસાણા:નગરપાલિકાએ ઘણાં લાંબા અરસા બાદ આળસ ખંખેરીને બાકીદારો પાસેથી વેરાની ઉઘરાણી શરૃ કરી છે. દરમિયાનમાં આજે શુક્રવારે પણ વેરા કર્મચારીઓએ અત્રેના મોઢેરા ચોકડીથી રાધનપુર સર્કલ રોડ પરના શિલ્પા ગેરેજ પાસેના પંચરત્ન કોમ્પ્લેક્સમાં આવેલ ૧૧ દુકાનોને ત્રણેક લાખના બાકી વેરા પેટે સીલ કરવામાં આવી હતી. પાલિકાની કડક ઉઘરાણીના પગલે અન્ય બાકીદારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. મહેસાણા નગરપાલિકાની વેરા વસુલાત શાખાની ટીમે ગઈકાલે ભમ્મરિયા નાળા નજીકના સાતત્ય કોમ્પ્લેક્સના બાકીદારોની ૬ દુકાનો સીલ કરવાના પગલે આજે શુક્રવારે પણ વેરો નહીં ભરનારા મિલકતધારકો સામે કડક કાર્યવાહી હાથ ધરીને સ્થાનિક મોઢેરા ચોકડીથી રાધનપુર સર્કલ, શિલ્પા ગેરેજ પાસેના પંચરત્ન કોમ્પ્લેક્સમાં આવેલી ૧૧ દુકાનોના મિલકતધારકોએ રૃ.૩,૦૬,૬૪૪ ના વેરાની ભરપાઈ નહીં કરતાં દુકાનોને સીલ માર્યાં હતા. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે ત્રણ દુકાનદારોએ સ્થળ પર વેરો ભરી દીધો હતો. જ્યારે આજે એક પણ વેપારીએ વેરો નહીં ભરતાં પાલિકાની ટીમને ખાલી હાથે, ડેલીએ હાથ દઈને પરત ફરવાની નોબત આવી હતી.

(6:49 pm IST)