Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ગુજરાતનાં અલગ અલગ જિલ્લાઓમાં બાઈક ચોરતી ગેંગના 2 સભ્યોને નર્મદા એલ.સી.બી એ ઝડપી પાડ્યા

જિલ્લા એલસીબી ના પીઆઈ અલ્પેશ પટેલ અને એલસીબી ટીમે વેસ પલટો કરી એમ.પી.ના જંગલ વિસ્તારના ગામમાં જઈ જીવના જોખમે ઓપરેશન પાર પાડ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજયના અલગ અલગ જીલ્લાઓમાં મોટર સાઇકલ ચોરી કરતી ટોળકીના બે સભ્યોને ચોરી કરેલ કુલ 8 મોટર સાઇકલ કિ.રૂ. 3,40,000 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નર્મદા એલ.સી.બી પોલીસે ઝડપી પાડયા છે.હજુ આ ટોળકી દ્વારા વધુ કેટલી બાઈકો ચોરાઈ છે તેનું પગેરું મળે છે કે કેમ એ જોવું રહ્યું.

નર્મદા જિલ્લામાં અવાર નવાર બાઈક ચોરીના બનાવો બનતા લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા હતા. છેલ્લાં 2 મહિનામાં જ નર્મદા જિલ્લા માંથી 8-10 જેટલી બાઇકોની ચોરી થઈ હતી.જેથી નર્મદા જિલ્લા પોલીવડા પ્રશાંત સુંબેએ બાઈક ચોરીના આ ભેદ ઉકેલવા સૂચના આપી હતી.નર્મદા એલ.સી.બી ટીમના સભ્યો તપાસ કરી રહ્યા હતા, દરમિયાન નાંદોદ તાલુકના ગોપાલપુર ચોકડી પાસે નાકાબંધી કરતા મધ્યપ્રદેશના કુલ 2 વ્યક્તિ કેલસીંગ કેમાન અનાર (ઉ.વ.20) તથા સંજય બાયસીંગ અનાર (ઉ.વ.19)( રહે વેલવાણી તા.કુક્ષી જી.ધાર મધ્યપ્રદેશ) ના, બાઈક લઇને જતા હતા.નર્મદા એલ.સી.બી એ એમને રોકી તપાસ કરતા એમણ એ બાઇકો ચોરી કરી હોવાનું જણાયું હતું.
વધુ પૂછતાછ કરતા છેલ્લા ઘણા સમયથી તેઓની સાથે (1) સુરભાઇ બાયસીંગ અનારે(રહે. ધીલવાણી તા.કુક્ષી જાપાર મધ્યપ્રદેશ (2) ફુલસીંગ લક્ષ્મણભાઇ અનારે( રહે ધીલવાણી ના કુક્ષી જીધાર મધ્યપ્રદેશ )અને એક સગીર વયનો યુવક ટોળકી બનાવી ગુજરાત રાજ્યના અલગ અલગ જીલ્લાઓ પૈકી દાહોદ, વડોદરા જીલ્લા, ભરૂચ, સુરત,નર્મદા વિગેરે જીલ્લાઓમાંથી મોટર સાઇકલ ચોરી કરેલ હોવાની હકીકત જણાવી હતી.નર્મદા એલ.સી.બી પીઆઈ એ.એમ.પટેલ સહિત અન્ય સ્ટાફે સ્થાનિક પોષાક પેહરી જીવના જોખમે મધ્યપ્રદેશના અંતરિયાળ ધીલવાણી ગામે જઈ કુલ 8 બાઈક કબજે કરી હતી.

નર્મદા એસ.પી પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે આ લોકો બાઈક ચોરી કરી 5 થી 10 હજારમાં વેચી દેતા હતા. તેઓ રાત્રે બસમાં આવી કોઈ ખેતરમાં રોકાઈ મોડી રાત્રે બાઈક ચોરીને અંજામ આપતા હતા.આ ટોળકી દ્વારા હજુ કેટલી બાઈકો ચોરાઈ છે તેની વધુ તપાસ હાથ ધરી છે.

(10:46 pm IST)