Gujarati News

Gujarati News

News of Saturday, 30th March 2024

ગુજરાત વિદ્યાપીઠની ૧૮૮ર બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

૩૦ સ્‍થાનો પર પ્રવેશ પરીક્ષા : ન્‍યુ સત્ર ૧ જુલાઇથી

રાજકોટ, તા. ૩૦: અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૪ માટેની પ્રવેશ કાર્યવાહી જાહેર કરવામાં આવી છે. ૧૪ સ્‍નાતક , ૩ સ્‍નાતકોત્તર , ૧૯ અનુસ્‍નાતક , ૫ અનુસ્‍નાતક ડિપ્‍લોમા અભ્‍યાસક્રમની ૧૮૮૨  જેટલી બેઠક માટે  માટે પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ઉમેદવારે પ્રવેશ માટે ઓનલાઈન અરજી કરવાની કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ ૩૦/૪/૨૦૨૪ છે.

પ્રવેશ સમિતિના સંયોજક પ્રો. અજય પરીખે જણાવ્‍યુ હતું કે, ગૂજરાત વિધાપીઠના તમામ અભ્‍યાસક્રમોમાં પ્રવેશ પરીક્ષાના આધારે જ પ્રવેશ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉમેદવારે યુજી/પીજી માટેની સીયુઈટી પરીક્ષા અથવા ગૂજરાત વિદ્યાપીઠ દ્વારા નિર્ધારિત કરેલ GEETA ( Gujarat Vidyapith Eligibility and Efficacy Teat for Admission) બંનેમાંથી કોઈ એક પરીક્ષા આપવાની રહેશે. વિદ્યાપીઠ દ્વારા પરીક્ષા આગામી ૧૧/૫/૨૦૨૪ના રોજ રાજ્‍યના ૩૦ કેન્‍દ્રો પર લેવાશે .

પ્રવેશ પરીક્ષા ૬૦ પ્રશ્‍નોની રહેશે જે માટે ૯૦ મિનિટ નિર્ધારિત કરવામાં આવી છે. કસોટી  સામાન્‍ય જ્ઞાન , ભાષા, તર્ક અને ગાંધીજીની સંક્ષિપ્ત આત્‍મકથા જેવા વિષયવસ્‍તુ આધારીત ઓએમઆરથી લેવામાં આવશે. કસોટીનું પરિણામ ૧૬/૫/૨૦૨૪ના રોજ જાહેર કરવામાં આવશે. સીયુઈટી અને GEETA ના ગુણાંકને આધારે મેરિટ યાદી મુજબ પરામર્શન અને પ્રવેશ કાર્યવાહી ૨૪ થી ૨૬ જૂન ,૨૦૨૪ દરમ્‍યાન યોજાશે. તથા નવું સત્ર ૧ લી જુલાઈથી શરૂ થશેં.

(11:39 am IST)