Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વલસાડમાં પત્ની,સાસુ અને સાળાની હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ

વકીલ પુત્રીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવાના મુદ્દે કાયદેસર કાર્યવાહી કરતા પતિએ ઉશ્કેરાઈને ત્રણેયને ચાકુ મારી પતાવી દીધા

વલસાડમાં પત્ની,સાસુ અને સાળાની હત્યાના આરોપીને આજીવન કેદની સજા ફટકારાઇ છે કેસની વિગત મુજબ વલસાડમાં વકીલની પુત્રીએ પ્રેમલગ્ન કર્યા બાદ પતિ મારઝૂડ કરી ત્રાસ આપતો હોવા મુદ્દે પોતાના પાંચ માસના પુત્રને સાસરીમાં છોડી પિયર ચાલી ગઈ હતી અને બાદમાં ભરણપોષણ અને શારીરિક-માનસિક ત્રાસ આપવા બાબતે કાયદેસર કાર્યવાહી કરવા અંગે નોટિસ ફટકારતાં પતિએ ઉશ્કેરાઈ જઈને પોતાની પત્ની, સાસુ તથા સાળાની ચાકુથી હત્યા કરી હતી. આજથી વર્ષ પહેલા બનેલા ચકચારી ગુનામાં કોર્ટેે આરોપી પતિને આજીવન કેદની સજા ફટકારી છે.

(9:52 pm IST)