Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

હવે રાજ્યમાં પીઓએસ મશીનના માધ્યમથી ખાતરનું વેચાણ કરાશે ;કાળાબજારી અટકાવવા લેવાયો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા તમામ સેન્ટરોમાં પીએસઓ મશીન પહોંચાડી દેવાયા :1લીથી વિતરણ શરુ :આધારકાર્ડ ના હોય તો બેન્કની ડીટેલ આપવી પડશે

અમદાવાદ ;હવે પીએસઓ મશીનના માધ્યમથી ખેડૂતોને ખાતરનું વેચાણ કરાશે ખેડૂતને સબસીડી સાથે આપવામાં આવતા યુરીયા ખાતરની કાળા બજારી રોકવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવાયો છે હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખાતર આપવામાં આવી રહ્યું હોવાનું કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું છે

  રાજ્યમાં છેલ્લા એક વર્ષથી પ્રોજેક્ટ નર્મદા જીલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યો હતો.ત્યારે હવે રાજ્યભરમાં સેવા શરુ કરવા નિર્ણય લેવાયો છે રાજ્ય સરકાર દ્વારા તમામ સેન્ટર પર પીઓએસ મશીન પહોંચાડી દેવામાં આવ્યા છે. આગામી 1 તારીખથી પીઓએસ મશીનના માધ્યમથી ખાતરનું વિતરણ શરુ કરાશે જે ખેડૂત પાસે આધાર કાર્ડ ના હોય તે પોતાના બેંક એકાઉન્ટની ડીટેઇલ આપશે તો તેના આધારે પણ ખાતર મળી રહેશે.

(9:39 pm IST)