Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બનાસકાંઠાની પાકિસ્તાની સરહદે અફઘાનિસ્તાની બાજ મળ્યું :તપાસ શરૂ

ઘાયલ હાલતમાં મળેલ બાજને બીએસએફના જવાનોએ ફોરેસ્ટ વિભાગને સોંપ્યું

બનાસકાંઠા :ગુજરાતની સરહદે પાકિસ્તાનની ઘૂસણખોરી રોકવા એલર્ટ સુરક્ષા એજન્સીને બનાસકાંઠાની પાકિસ્તાની સરહદે અફઘાનિસ્તાની બાજ મળી આવ્યું છે હાલ બીએસએફના જવાનોએ બાજને ફોરેસ્ટ વિભાગને સોંપ્યો છે. હવે તેને જાસૂસ તરીકે મોકલવામાં આવ્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે.

   આ મામલે મળતી જાણવા મળતી વિગત મુજબ પાકિસ્તાની સરહદેથી મળેલ અફઘાનિસ્તાની બાજ ઘાયલ હાલતમાં મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં તેનો જાસૂસ તરીકે ઉપયોગ થયો છે કે નહીં તેની તપાસ હાથ ધરાશે. હાલ આ ઘાયલ અફઘાનિસ્તાન બાજની સારવાર પણ ચાલી રહી છે.આ બાઝને દરરોજ 700 ગ્રામ માંસ અને 2 લીટર પાણી પીરસવામાં આવે છે. આ ઘાયલ બાજનું અંદાજીત વજન 4 કિલો છે.

(8:43 pm IST)