Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મહીસાગરના લુણાવાડામાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ રંગેહાથ ઝડપાયો :રાજસ્થાન પોલીસનું સ્ટિંગ ઓપરેશન

અમદાવાદ :મહીસાગર જિલ્લાના લુણાવાડામાં ગર્ભ પરીક્ષણ કરતો એક તબીબને રંગેહાથ ઝડપી લેવાયો છે રાજ્યમાં ગર્ભ પરીક્ષણ માટે પ્રતિબંધ હોવા છતાં જાતિ પરીક્ષણ કરતા ડોક્ટર રાજસ્થાન પોલીસના સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઇ જવા પામ્યો છે
  જાણવા મળતી વિગત મુજબ મહીસાગર જિલ્લાનાં લુણાવાડા ખાતેની ભગત હોસ્પિટલમાં તબીબ ડોક્ટર મયુર ભગત દ્વારા ગર્ભ અંગેનું જાતિ પરીક્ષણ કરતા બાતમીના આધારે રાજસ્થાન પોલીસે સ્ટિંગ ઓપરેશન કરીને રંગે હાથે ઝડપી પાડ્યા છે.જિલ્લાના તબીબી જગતમાં ગભરાટની લાગણી ફેલાઈ છે.

(8:42 pm IST)