Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

મહેમદાવાદમાં ગટરનું પાણી ઉભરાવના કારણે જનજીવન અસ્તવ્યસ્ત

મહેમદાવાદ:શહેરમાં આવેલ એક વિસ્તારમાં ગટરના પાણી ઉભરાવાને કારણે જનજીવન અસ્તવ્યસ્ત  બન્યુ છે.શહેરના રસ્તા પર આ ગટરનુ પાણી ઉભરાવવાના કારણે નગરજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો  છે.તેમજ આ વિસ્તારમાં ગંભીર રોગચાળો ફેલાવવાની ભીંતી લોકોમાં  સેવાઇ રહી છે.છતાં પાલિકા દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હોવાનુ નગરજનો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે.

મહેમદાવાદ શહેરમાં આવેલ સર્વોદય સોસાયટી ,નારાયણ સોસાયટી,પ્રાથમિક શિક્ષણ હોલ તરફના રસ્તાની ડાબી બાજુએ ઉભરાતી ગટરને કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.શહેરના ભોઇવાડા વિસ્તાર તેમજ  સર્વોદય સોસાયટી વિસ્તારોમાં છેલ્લાં કેટલાક દિવસ થી ગટરનુ પાણી ઉભરાઇ રહ્યુ છે.જેના કારણે વાહનચાલકો અને  રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.તંત્રમાં અનેક રજૂઆતોકરવા  છતાં  સમારકામ માટે કોઇ યોગ્ય પગલાં લેવામાં આવ્યા ન હોવાના નગરજનો આક્ષેપો કરી રહ્યા છે.તેમજ આ વિસ્તારમાં ગટરના કારણે અનેકવાર ગંભીર અકસ્માતો સર્જાયા છે.વળી,છેલ્લા કેટલાય દિવસોથી બાળકો સહિત અનેક લોકો બીમારીઓનો ભોગ બની રહ્યા છે.તેથી નગરજનો આક્રોશપૂર્વક જણાવી રહ્યા છે કે,અમે તંત્ર સમક્ષ અનેકવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે.છતાં અધિકારીઓ લોકોની સમસ્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે.તેથી જો આ બાબતે કોઇ તાકીદે પગલા લેવામાં નહી આવે તો આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી નગરજનોએ ઉચ્ચારી છે.

આ બાબતે ટેલિફોનિક સંપર્ક સાધતા મહેમદાવાદ નગરપાલિકાના ડ્રેનેજ વિભાગના અધિકારીએ જણાવ્યુ હતુ કે વિરોલદરવાજા પાસે લાઇન ચોક્કપ થઇ ગય છે.અને તેનુ સમારકામ ચાલુ છે.ઉપરાંત પાલિકાના ચીફ ઓફિસરે આ બાબતે વાત કરવાનું ટાળ્યુ હતુ. 

(4:40 pm IST)