Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

વાત્રક જળાશયમાંથી ગેરકાયદે માછલી ચોરીના કૌભાંડનો પર્દાફાશ

વાત્રક:જળાશયમાંથી ગેરકાયદેસર રીતે માછલાઓની ચોરી કરી સુકવી ૧૩ કોથળાના કટ્ટામાં ભરી ટ્રેકટર દ્વારા લઈ જવાતી હોવાના કૌભાંડ નો બાયડના ધારાસભ્ય દ્વારા પર્દાફાશ કરાયો હતો અને ઝડપી પડાયેલા ટ્રેકટરને માલપુર પોલીસે કબ્જે કરી રૃગ્નાથપુર ના ઈસમ વિરૃધ્ધ ઈપીકો કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધાયો હતો.
અરવલ્લી જિલ્લાના વાત્રક જળાશયમાંથી ગેરકાયદેસર રીતે માછલા કાઢવામાં આવતા હોવાની અને કેટલાય પરિવારોની રોજી રોટી છીનવાતી હોવાની ફરીયાદ બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ઉઠાવી હતી.આ ધારાસભ્ય દ્વારા જળાશયમાંથી મોટાપાયે કરાતા માછલી ચોરી કૌભાંડ અંગે પણ આવેદનપત્ર અપાયું હતું.ધારાસભ્ય ધવલસિંહ ઝાલા એ ચોરીનું કૌભાંડ ઝડપી પાડયું હતું.ગત રવિવારના રોજ વાત્રક જળાશયમાંથી ચોરેલી માછલીઓના ૧૩ કટ્ટા ભરી ટ્રેકટરમાં લઈ જવાતા હોવાની બાતમી ધારાસભ્ય ના સૂત્રો દ્વારા મળતાં તાબડતોડ ધવલસિંહ ઝાલા માલપુર ગામે પહોંચ્યા હતા અને હાઈવે માર્ગના પેટ્રોલપંપ પાસેથી પસાર થતાં ટ્રેકટર ને ઝડપી પડાયું હતું.માલપુર પોલીસે વાત્રક ડેમમાંથી માછલીઓની ચોરી કરી બહાર કાઢી સૂકવી કોથળામાં ભરી ટ્રેકટર માં લઈ જતા કાળુભાઈ હિરાભાઈ રાવળ રહે.રૃગ્નાથપુર ,તા.માલપુર નાઓ વિરૃધ્ધ ઈપીકો કલમ ૩૭૯ હેઠળ ગુનો નોંધી ધારાસભ્યની ફરીયાદ ના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:40 pm IST)