Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

દાહોદના જાલતમાં વીજચોરી પકડવા આવેલ પીજીવીસીએલની ટુકડી પર ગ્રામજનોનો હુમલો

દાહોદ:દજિલ્લાના જાલત ગામે વીજચોરી ઝડપી પાડવા ત્રાટકેલી એમજીવીસીએલની ટુકડીઓ અને વાહનો ઉપર ગ્રામજનોએ હુમલો કરી ભારે પથ્થરમારો કરી ત્રણ વાહનોના કાચ ફોડી ત્રણ કર્મચારીઓને ઇજા પહોંચાડી હતી.

દાહોદ ગ્રામ્ય વિસ્તારમાં વીજચોરી થતી હોવાનું ધ્યાને આવતા એમજીવીસીએલ દ્વારા આજે સર્કલ કક્ષાએથી જાલત ગામે ત્રાટકવાનું નક્કી કરી ગોધરા, આણંદ વગેરે સ્થાનોના સ્ટાફ થતા વાહનો સાથે કુલ ૧૩ જેટલી ટુકડીઓ છાપો મારવા નીકળી હતી તે પૈકી નવ ટુકડી માત્ર જાલત ગામે જ ત્રાટકી હતી.

આ દરમ્યાન એક કેસ વીજચોરીનો ધ્યાને આવતા કાયદેસર કાર્યવાહી કરવાનું શરૃ કરાતા જ ગણતરીની પળોમાં લોકો એકઠા થઇ ગયા હતા અને પ્રારંભીગ તું તું મેં મેં પછી અચાનક પથ્થરમારો શરૃ થતા જ ગામની અલગ અલગ ટુકડીઓ વાહન લઇ એકઠી થાય તે પહેલા જ તેઓને જાલત ગામ છોડવાની ફરજ પડી હતી.

હુમલામાં આણંદ અને અન્ય બે વાહનોના કાચ ફુટી ગયા હતા તો બીજી તરફ પોલીસને જાણ કરવા કતવારા ગયેલા પોલીસ કાર્યવાહી થાય તે પહેલા જ જાલત ફીડર બંધ કરવાની નક્કી કરાતા અને તે માટે વીજ બોર્ડના કર્મચારીઓ પોલ ઉપર ચડી ફીડર બંધ કરવાની કાર્યવાહી કરતા હતા.

ત્યારે ગ્રામજનોએ પુનઃ પથ્થરમારો શરૃ કરતા ભાગદોડ મચી જવા પામી હતી અને પોલ ઉપર ચડેલા કર્મચારીને માથામાં એકને પગે તથા એકને દિવાલ કુદી ભાગવા જતા કાચ વાગતા ઇજા થઇ હતી. આ સમગ્ર બનાવ અંગે મોડી સાંજે ભારે દબાણ પછી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણમાં આવ્યું છે.

(4:39 pm IST)