Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બાલાસિનોર-કઠલાલ હાઇવે પર પલ્ટી ખાધેલ કારમાંથી 75 હજાર 300નો વિદેશી દારૂનો જથ્થો પોલીસે દબોચ્યો

બાલાસિનોર:બાલાસિનોર-કઠલાલ હાઈવે ખોખરવાડા બ્રીજ ઉપર પલટી ખાધેલ કારમાંથી ૭૫૩૦૦ની કિંમતનો વિદેશી દારૂ મળી આવતાં ચકચાર મચી જવા પામી છે. પોલીસે પીછો કરતા કાર પલ્ટી ગઈ હતી જેમાંથી કારચાલક બહાર નીકળીને ફરાર થઈ ગયો હતો.
કઠલાલ પોલીસ ગઈકાલે રાત્રે પેટ્રોલીંગમાં નીકળી હતી. આ દરમિયાન બાલાસિનોર તરફથી આવતી સીલ્વર કલરની એ એસન્ટ કારને ઉભી રાખવા ઈશારો કરતા કાર ચાલકે કાર હંકારી મૂકતા પોલીસે પીછો કરતા ખોખરવાડા મેહાર નદીના બ્રીજ ઉપર કાર પલટીખાતા કારચાલક કાર નં. જીજે-૦૧ આરએસ-૫૬૭૩ને મૂકી ગાડીમાંથી નીકળી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો.
પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નં.૬૪૮ રૂપિયા ૬૪,૮૦૦ તથા બીયર ટીન નં. ૧૦૮ કિંમત રૂપિયા ૧૦,૮૦૦નો મળી કુલ રૂપિયા ૭૫,૩૦૦ નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ તથા કાર રૂપિયા૩,૫૦,૦૦૦ની મળી કુલ રૂપિયા ૪,૨૫,૩૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ બનાવ અંગે બેચરસિંહ રતનસિંહની ફરિયાદ આધારે કઠલાલ પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી કાયદેસર કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

(4:38 pm IST)