Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ભાલેજ ચોકડી નજીક ટ્રકની હડફેટે બાઈક ચાલક પિતા-પુત્રી પૈકી પિતાનું ઘટનાસ્થળેજ મોત

ભાલેજ ચોકડીથી રાહતલાવ રોડ ઉપર આવેલી પટેલ વાડી પાસે પરમદિવસની સવારે પુરપાટ ઝડપે જતી ટ્રકે બાઈકને ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા પિતાનું સારવાર દરમ્યાન મોત થયું હતુ જ્યારે પુત્રીને ઈજાઓ થતાં તેણીને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી.

અકસ્માતની મળતી વિગતો અનુસાર આણંદ એસટી ડેપોમાં ક્લાર્કની નોકરી કરતાં અને જાખલા ગામે રહેતા હિતેન્દ્રભાઈ ભોઈ ગત ૨૭મી તારીખના રોજ પોતાનું બાઈક નંબર જીજે-૨૩, એઆર-૪૫૦૫ ઉપર પુત્રી યામીનીબેનને બેસાડીને નોકરી પર જવા નીકળ્યા હતા. ભાલેજ ચોકડીથી રાહતલાવ તરફ જવાના રોડ ઉપર આવેલી પટેલ વાડી પાસે પુરપાટ ઝડપે આવી ચઢેલી ટ્રક નંબર જીજે-૦૧, ટીટી-૭૦૩૪એ ટક્કર મારતાં બન્નેને ગંભીર ઈજાઓ થવા પામી હતી જેથી તેમને સારવાર માટે દવાખાને લઈ જતાં હિતેન્દ્રભાઈનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ અંગે રેશભાઈ રાવજીભાઈ ભોઈની ફરિયાદને આધારે ભાલેજ પોલીસે ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.

(4:37 pm IST)