Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

બોરસદ રૂરલ પોલીસે નાપામાંથી 21 હજારના વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

બોરસદ: રૂરલ પોલીસે આજે નાપા તળપદના એકતાનગર ખાતે રહેતો હર્ષદભાઈ રાજુભાઈ ઠાકોર વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી મળેલી હકિકતન આધારે તેના ઘરે છાપો માર્યો હતો. પરંતુ હર્ષદભાઈ ઠાકોર પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેના ઘરની તલાશી લેતાં રસોડામાંથી તેમજ પાણીયારીની નીચે બનાવેલી કુંડીમાંથી કુલ ૯૩ બોટલો વિદેશી દારૂ-બીયરની મળી આવી હતી જેની કિંમત ૨૫૧૫૦ રૂપિયા જેટલી થવા જાય છે. પોલીસે વિદેશી દારૂ જપ્ત કરીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા હર્ષદભાઈ ઠાકોરને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(4:37 pm IST)