Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

'લોભામણી લાલચ' તો નથી ને?... પાકિસ્તાની વોટ્સએપ ગૃપમાં પાલનપુરના યુવકો જોડાયા!!

પાડોશી દેશના કેટલાક શખ્સો સોશ્યલ મિડીયાના સહારે ભારતમાં નેટવર્ક સ્થાપવાના પ્રયાસમાં હોવાનો ચોકાવનારો ખૂલાસો

પાલનપુરઃ અહીયા છેલ્લા કેટલાક દિવસોથી પાકિસ્તાનના કેટલાક શખ્સો થકી સોશ્યલ મિડીયા દ્વારા વોટ્સએપમાં ચેટિંંગ થઇ રહ્યાની વાત વાયુવેગે પ્રસરવા લાગતા યુઝરોમાં ચિંતાની લાગણી પણ પ્રસરવા લાગી છે.

આ અંગે ચર્ચાતી વિગતોનુસાર પાડોશી દેશ પાકિસ્તાનના કેટલાક શખ્સો સોશિયલ મીડિયા દ્વારા ભારતમાં નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસમાં સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે જેમાં બનાસકાંઠા જિલ્લા મથક પાલનપુરમાં આવું ગ્રુપ અસ્તિત્વમાં આવ્યા બાદ અનેક યુવકોને જોડી ચેટીંગ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેશની આંતરિક સુરક્ષા ઉપર ખતરારૂપ થઇ શકે તેવી પ્રવૃતિ ડામવા માટે જાગૃત નાગરિકોની માંગણી છે.

કહેવાય છે કે, પાકિસ્તાનના હૈદરાબાદ સ્થિત કોઇ અજાણ્યા શખ્સ દ્વારા ક્રિએટ કરાયેલા વોટસએપ ગ્રુપમાં પાલનપુરના યુવકોને જોડી અવાર-નવાર ગૃપમાં ચેટીંગ પણ કરવામાં આવે છે તો ખરેખર ઇરાદો શુ છે? તે પણ તપાસનો વિષય બની જાય છે

(4:19 pm IST)