Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

અમદાવાદમાં હપ્તાની રકમ ખિસ્સામાં નાંખી વચેટીયો છનનઃ ઘરના ઘરનું અનેકનું સપનું રોળાયું

બગોદરા હાઇવે ઉપરની રેસીડેન્સીનો બનાવઃ કૌશલ શાહે કહયું તમામ ગ્રાહકોને રૂપીયા ચુકવી દીધાઃ તપાસ બાદ હકીકત પરથી ઉઠશે પરદો

અમદાવાદ : અમદાવાદના અહીના બગોદરા હાઇવે ઉપર આવેલી રેસીડેન્સી સ્કીમમાં હપ્તાની રકમ લઇને વચેટીયો છનન થઇ જતા ભોગ બનનારા કેટલાક પરીવારોનું ઘરના ઘરનું સપનુ રોળાઇ જવા પામ્યું છે.

વિગત મુજબ અમદાવાદના બગોદરા હાઈવે પર આવેલી રેસીડન્સી સ્કીમમાં લોકો સાથે મોટી છેતરપીંડી થઈ હોવાનું સામે આવ્યું છે.લોકોએ ભરેલા રૂપિયા વચેટિયા દ્વારા રફેદફે કરી દેવામાં આવતા વચેટીયા સામે ગુનો નોંધાયો છે.લોકોએ સ્કીમના હપ્તા બિલ્ડર દ્વારા રોકવામાં આવેલા વચેટીયાને આપ્યા હતા.

પરંતુ તે રૂપિયા વચેટિયાએ બિલ્ડર સુધી પહોંચાડયા નથી.જેના કારણે વચેટીયા કૌશલ શાહ સામે બિલ્ડર હિતશભાઇએે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે.પરંતુ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલા ભરવામાં આવ્યા નથી,આગામી સમયમાં ગ્રાહક કોર્ટમાં પહોંચે તેવી શકયતા છે.

દ્યરના દ્યરનું સપનું જોનારા ૨૦૦દ્મક વધુ લોકોનું સપનું રોળી નાંખનારા કૌશલ શાહ સામે કાયદેસરના પગલા લેવાય તેવી લોકોની માંગણી છે.બીજી તરફ આ સમગ્ર મામલે કૌશલ શાહે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે તેણે તમામ ગ્રાહકને રૂપિયા ચૂકવી દીધા છે.અને જરૂર લાગશે તો કોર્ટના દરવાજા પણ ખખડાવશે.ત્યારે સત્ય હકિકત તો તપાસ બાદ જ સામે આવશે.

 

(4:17 pm IST)