Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

સુરતનું રૂ. 5378 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ-બજેટ રજૂ કરતા સુ. મ્યુ. કમિશ્નર એમ. થેન્નારસન

આગલા વર્ષના બજેટ કરતા 260 કરોડનો કર્યો ઘટાડો

સુરત : આજે સુરત મહાનગરપાલિકાનું વર્ષ 2018-19નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસન દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.

ગયા વર્ષે 2017-18માં મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ 5638 કરોડ હતું. ગતવર્ષ કરતા 260 કરોડનો આ વર્ષે ઘટાડો કરવામાં આવ્યો છે. સુરતીઓ માટે આ ખુશીના સમાચાર છે. સુરતને વૈશ્વિક કક્ષાનું સ્માર્ટ શહેર બનાવવાને કેન્દ્ર સ્થાનમાં રાખીને આજે બજેટ રજૂ થયું હતું.

કુલ અંદાજીત બજેટ રૂ. 5378 કરોડનું છે અને કુલ કેપિટલ બજેટ રૂ. 2407 કરોડનું છે. આઉટકમ બેઈઝડ બજેટ- રૂ. 1630 કરોડમાં કુલ 433 કામોનો સમાવેશ થાય છે. વિકાસના કામોની પ્રગતિ માટે પ્રતિબદ્ધતા રાખવામાં આવી હોવાનું દેખ્ય રહ્યું છે. શહેરના તમામ વિસ્તારો સુધી લાભ આપતી માળખાગત સુવિધાઓના વિકાસ ઉપર બજેટમાં ભાર મૂકવામાં આવ્યો.

શહેરી બ્યુટીફિકેશન, સ્કીલ અપગ્રેડેશન તથા સામાજીક સુરક્ષા, પર્યાવરણ માટેના સઘન પગલાઓ બજેટમાં દર્શાવવામાં આવ્યા છે. સ્માર્ટ આંગણવાડી, કીડ્સ કોર્નર (કીલ્લોલ્-કુંજ), વેન્ડર સ્પેસ તથા પ્લેસ મેકીંગનું આયોજન પણ કરવામાં આવ્યુ છે. ફલોટીંગ લેબર્સ માટે 'NULM' સેન્ટરબિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત સૌર ઉર્જા વપરાશની પદ્ધતિ વિકસાવવા 'સોલર રૂફટોપ સિસ્ટમ'નો અમલ બજેટમાં કરવામાં આવ્યો.

(4:20 pm IST)