Gujarati News

Gujarati News

News of Tuesday, 30th January 2018

ગોધરાકાંડના ૧૬ વર્ષથી ફરાર વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલગની પાતળિયાને ઝડપી લેતી ગોધરા પોલીસ

ગોધરા : ગુજરાતમાં થયેલા બર્બરતાપૂર્ણ ગોધરાકાંડના હત્યાકાંડમાં 16 વર્ષથી નાસતો ફરતો આરોપી યાકુબ અબ્દુલગ પાતળિયા ઝડપાઈ ગયો છે. વર્ષ 2002માં પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે સાબરતમી એકસપ્રેસનો કોચ સળગાવવામાં આવ્યો હતો. વોન્ટેડ આરોપી યાકુબ અબ્દુલ ગની પાતળીયા સને 2002 થી ટ્રેનકાંડના ગુનામાં વોન્ટેડ હતો. ગોધરા પોલીસે બાતમીના આધારે 16 વર્ષ બાદ નાસતા ફરતા ટ્રેનકાંડના વોન્ટેડ આરોપીને ગોધરામાંથી ઝડપી પાડયો છે. ઉલ્લેખનીય છે કે આરોપી યાકુબ અબ્દુલગની પાતળીયા સાબરમતી ટ્રેનના કોચ સળગાવવાના કેસમાં મુખ્ય આરોપી હતો.

(12:14 pm IST)